ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પોપ ફ્રાન્સિસે ઓડિશા ટ્રેન દુર્ઘટના પર વ્યક્ત કર્યો શોક

Text To Speech
  • ઓડિશા ટ્રેન દુર્ઘટના પર વિશ્વભરના નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
  • પોપ ફ્રાન્સિસે ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
  • શું કહ્યુ તેમણે? વાંચો આ સમાચાર

પોપ ફ્રાન્સિસે રવિવારે ભારતમાં 2 જૂને થયેલા ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે મારી પ્રાર્થના આ અઠવાડિયે ભારતમાં ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે છે. નોંધનીય છે કે ઓડિશાના બાલાસોરમાં ભીષણ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે, જ્યારે આ અકસ્માતમાં એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે દુ:ખ વ્યક્ત કર્યુ

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઓડિશામાં દુ:ખદ ટ્રેન દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મોત અને સેંકડો ઘાયલ થયેલા લોકોના જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો છે. ઓડિશાના બાલાસોર જિલ્લામાં ત્રણ ટ્રેનો વચ્ચેની દુર્ઘટના એ લગભગ ત્રણ દાયકામાં ભારતની સૌથી ખરાબ રેલ દુર્ઘટનાઓમાંની એક છે.

શું કહ્યુ પોપ ફ્રાન્સિસે?

તેમણે કહ્યું, “મારી પ્રાર્થના ભારતમાં શુક્રવાર, 2 જૂનના રોજ થયેલી ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે છે. હું ઘાયલો અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તમામ મૃતકોની આત્માઓને તેમના ચરણોમાં શાંતિ આપે.”

આ પણ વાંચો: ઓડિશામાં વધુ એક રેલ અકસ્માત, બરગઢમાં ગુડ્સ ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા

 

Back to top button