ઉત્તર પ્રદેશના વારાણસીના પ્રખ્યાત અવધેશ રાય મર્ડર કેસમાં આજે વારાણસી કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.31 વર્ષ પહેલા 3 ઓગસ્ટ 1991ના રોજ મારુતિ વાનમાંથી આવેલા બદમાશોએ અચાનક અંધાધૂંધ ગોળીબાર કરીને કોંગ્રેસ નેતા અવધેશ રાયની હત્યા કરી નાખી હતી. આ મામલે આજે 32 વર્ષે મુખ્તાર અંસારીને દોષિત ઠેરવવામા આવ્યો છે. આ કેસમાં માફિયા મુખ્તાર અંસારી સહિત ચાર લોકો આરોપી છે. આ કેસમાં વારાણસી કોર્ટનો ચુકાદોઆજે બપોરે 2 વાગ્યે આવશે
32 વર્ષ જૂના મર્ડર કેસમાં મુખ્તાર અંસારીને દોષિત
માફિયા મુખ્તાર અંસારીને 31 વર્ષ જૂના અવધેશ રાય હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. 31 વર્ષ પહેલા 3 ઓગસ્ટ 1991ના રોજ મારુતિ વાનમાંથી આવેલા બદમાશોએ અચાનક અંધાધૂંધ ગોળીબાર કરીને કોંગ્રેસ નેતા અવધેશ રાયની હત્યા કરી નાખી હતી.આ ઘટના શહેરના ચૈતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના લહુરાબીર વિસ્તારમાં બની હત અવધેશ રાયની હત્યા સમયે તેનો નાનો ભાઈ અજય રાય પણ ત્યાં હાજર હતો.32 વર્ષ જૂના મર્ડર કેસ માં વારાણસીના MP MLA કોર્ટનો ચુકાદો આજે આવશે.
મુખ્તાર અંસારી સહિત ચાર નામના આરોપીઓનો થશે ફેસલો
હવે ટુંક સમયમાં જ કોર્ટ મુખ્તાર અંસારી સામે સજાની જાહેરાત કરશે, તે પહેલા કોર્ટની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. MP MLA/કોર્ટના જજ અવનીશ ગૌતમ આજે આ હત્યા કેસમાં ચુકાદો સંભળાવી શકે છે. આમાં મુખ્ય આરોપી મુખ્તાર અંસારી છે. મુખ્તાર અંસારી છેલ્લા એક વર્ષમાં કુલ 4 કેસમાં કાયદાની પકડમાં છે, પરંતુ અવધેશ રાય હત્યા કેસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ હત્યા કેસનો મામલો સૌથી મોટો છે અને તેમાં સૌથી મોટી સજા થઈ શકે છે. આ હત્યા કેસમાં મુખ્તાર અંસારી સહિત ચાર નામના આરોપીઓ પર નિર્ણય લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો : ઓડિશામાં વધુ એક રેલ અકસ્માત, બરગઢમાં ગુડ્સ ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા