ટોપ ન્યૂઝનેશનલ

ઓડિશામાં વધુ એક રેલ અકસ્માત, બરગઢમાં ગુડ્સ ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા

Text To Speech

ઓડિશામાં વધુ એક ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચાર સામે આવ્યા છે. બારગઢના મેંધાપાલીમાં વધુ એક ટ્રેન અકસ્માત થયો છે. અહીં માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટના

શુક્રવારે બનેલ ટ્રેન દુર્ઘટના બાદ ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટના બની છે. બારગઢના મેંધાપાલીમાં ચૂનાના પથ્થર વહન કરતી માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

આ રેલવે લાઈન પર બની ઘટના

મળતી માહિતી મુજબ, ડુંગરી લાઈમસ્ટોન ખાણ અને ACC બારગઢના સિમેન્ટ પ્લાન્ટ વચ્ચે ખાનગી નેરોગેજ રેલ લાઈન છે. અહીં લાઇન, વેગન, લોકો બધું જ ખાનગી છે. આ ટ્રેક કોઈપણ રીતે ભારતીય રેલ્વે સિસ્ટમ સાથે જોડાયેલ નથી. આ રેલ્વે લાઇન પરથી ડબા પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે.

બાલાસોરમાં રેલ અકસ્માતમાં 275 લોકોના મોત 

તમને જણાવી દઈએ કે આ પહેલા શુક્રવારે રાત્રે બાલાસોરમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 275 લોકોના મોત થયા હતા જ્યારે એક હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.

 આ પણ વાંચો : દિવના સાગર ખેડુ જીતુભાઇએ પાકિસ્તાનમાં પોતાની કલાના કામણ પાથર્યા

Back to top button