- એએસઆઈ નિલેશ બગ્ગાએ દારૂના નશામાં મેસેજ કર્યો
- ગુનો નોંધી પોલીસે જ કર્મચારીને લોકઅપની હવા ખવડાવી
એસ.પી.દ્વારા પોલીસ કર્મચારીને ફરજ મોકુફ કરવામાં આવ્યો
ભુજ શહેરના કોઠારા પોલીસ સ્ટેશનમાં એએસઆઈએ ગતરાત્રિના દારૂનો નશો કરી પોલીસ અધિકારીઓ અને પોલીસના વ્હોટસએપ ગ્રુપમાં મેસેજ અવિરત ચાલુ રાખતા આ અંગે એસ.પી.એ તાકીદે પોલીસને મોકલી પોલીસ કર્મચારીને પકડી તેની વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધી તેમને લોકઅપમાં પુરી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: વિદેશથી આયાત કરવામાં આવતી વસ્તુઓ માટે સરકારે નવો નિયમ જાહેર કર્યો
ગુનો નોંધી પોલીસે જ કર્મચારીને લોકઅપની હવા ખવડાવી
ઉલ્લેખનીય છે કે એસ.પી.દ્વારા તેમને ફરજ મોકુફ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની પ્રાપ્ત થતી માહિતી મુજબ, કોઠારા પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા અને ભુજમાં રહેતા નિલેશ બગ્ગાએ શુક્રવારની રાત્રિના દારૂનો નશો કરી મધ્યરાત્રિના નશામાં પોલીસના વ્હોટસએપ ગ્રુપમાં મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. મેસેજ કરવાની સ્ટાઈલ જોઈને ઉચ્ચ અધિકારીઓને તરત જ ખબર પડી ગઈ હતી.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપશે ગુજરાતને પ્રથમ “વન કવચ”ની ભેટ
એએસઆઈ નિલેશ બગ્ગાએ દારૂના નશામાં મેસેજ કર્યો
એએસઆઈ નિલેશ બગ્ગા દારૂના નશામાં મેસેજ કરી રહ્યા છે. જેના પગલે ભુજના એ ડિવિઝનના પી.આઈ. રાજેન્દ્રસિંહ રાણાએ તાત્કાલિક નાઈટ પેટ્રોલિંગ કરી રહેલા પીએસઆઈ ડી.જે.ઠાકોર અને સ્ટાફને સૂચના આપી હતી કે, ભુજના સંસ્કાર નગરની સત્યમ સોસાયટીમાં રહેતા અને કોઠારા પોલીસ સ્ટેશનના એએસઆઈ નિલેશ બગ્ગાની રાત્રિના જ ધરપકડ કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને નિલેશ બગ્ગાને લોકઅપમાં પૂરી દેવામાં આવ્યો હતો. આ બનાવના પગલે એસ.પી. ડો.કરણરાજ વાઘેલાએ તાત્કાલિક કોઠારાના એએસઆઈ વિરુદ્ધ શિસ્તનો પાઠ ભણાવવા સબબ એસ.પી.ડો.કરણરાજ વાઘેલાએ તેમને ફરજ મોકુફ કર્યો હતો.