ગુજરાતટોપ ન્યૂઝ

વિદેશથી આયાત કરવામાં આવતી વસ્તુઓ માટે સરકારે નવો નિયમ જાહેર કર્યો

Text To Speech
  • 18 વસ્તુઓ પર બીઆઇએસ સ્ટાન્ડર્ડ અનિવાર્ય કરવામાં આવ્યુ
  • યાર્ન પછી ટેકનિકલ ટેક્સ્ટાઇલ પર 10 ઓક્ટોબરથી BIS ફરજિયાત
  • આયાત કરાતી ટેકનિકલ ટેક્સટાઇલની પ્રોડક્ટ માટે પણ BIS જરૂરી

વિદેશથી આયાત કરવામાં આવતી વસ્તુઓની ક્વોલિટી સુધરે તેમજ સ્થાનિક ઉત્પાદકો પણ ગુણવત્તા યુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક વસ્તુઓ પર ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર(ક્યૂસીઓ)નો અમલ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપશે ગુજરાતને પ્રથમ “વન કવચ”ની ભેટ 

યાર્ન પછી ટેકનિકલ ટેક્સ્ટાઇલ પર 10 ઓક્ટોબરથી BIS ફરજિયાત

થોડા દિવસો પહેલાજ પોલિયેસ્ટર યાર્નની કેટલીક ક્વોલિટી પર બીઆઇએસ સ્ટાન્ડર્ડ ફરજીયાત કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને હવે 10 ઓક્ટોબરથી ટેક્નિકલ ટેક્સટાઇલમાં જીઓ ટેક્સટાઇલ અને પ્રોટેક્ટિવ ટેક્સટાઇલની 13 પ્રોડક્ટ માટે ક્વોલિટ કંટ્રોલ ઓર્ડર અમલમાં લાવવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા 10 ઓક્ટોબરથી તેના માટે ક્યૂસીઓ એટલે કે બીઆઇએસ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવતા ઉદ્યોગકારોને તેમના ફેબ્રિક્સની ક્વોલિટી બીઆઇએસ સ્ટાન્ડર્ડ મુજબ બનાવવી પડશે. સાથેસાથ જે લોકો વિદેશથી ટેક્નિકલ ટેક્સ્ટાઇલના કાપડ ઇમ્પોર્ટ કરે છે તેઓ પણ ફક્ત બીઆઇએસ સર્ટિફાઇડ ઉત્પાદક પાસેથીજ ફેબ્રિક્સ ઇમ્પોર્ટ કરી શકશે.

18 વસ્તુઓ પર બીઆઇએસ સ્ટાન્ડર્ડ અનિવાર્ય કરવામાં આવ્યુ

કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ જીઓ ટેક્સટાઇલની જે 18 વસ્તુઓ પર બીઆઇએસ સ્ટાન્ડર્ડ અનિવાર્ય કરવામાં આવ્યુ છે. તેમાં લેમિનેટેડ હાઇ ડેન્સિટી પોલિથિલિન વુવન જીઓમેબ્રેન્સ ફોર વોટરપ્રુફ લિનિંગ, જ્યૂટ જીઓ ટેક્સટાઇલ, જીઓસેલ, જીઓ ટેક્સટાઇલ ફોર સબ સરફેસ ડેનેજ એપ્લિકેશન, જીઓગ્રિડ ફોર ફ્લેક્સિબલ પેવોમેન્ટ સહિતની 18 વસ્તુઓ શામેલ છે. જ્યારે પ્રોટેક્ટિવ ટેક્સટાઇલમાં કર્ટેન એન્ડ ડેપ્સ, પ્રોટેક્ટિવ ક્લોથિંગ ફોર ફાયર ફાઇટર, પ્રોટેક્ટિવ ગ્લોવઝ ફોર ફાયર ફાઇટર, હાયર વિઝિબિલિટી વાર્નિંગ ક્લોથસ સહિતની અન્ય 13 પ્રોડક્ટ શામેલ છે.

Back to top button