વીજળી કાળ બની ત્રાટકી, વડોદરાના કુમેઠા ગામે ખેતરમાં કામ કરતા ખેડૂતનું મોત
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અનેક જિલ્લામાં પવન સાથે ભારે વરસાદ વરસતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વડોદરામા પણ સવારથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સવારે 4 કલાકમાં પ્રચંડ ગાજવીજ સાથે 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મુશળધાર વરસેલા વરસાદને પગલે સમગ્ર શહેર જળબંબોળ થઇ ગયું હતું. ઠેર-ઠેર ભરાયેલા પાણીથી વહેલી સવારે સ્કૂલ તેમજ નોકરી-ધંધાર્થે નીકળેલા લોકો અટવાઇ પડ્યા હતા. અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીમાં વાહનો પણ ઠપ થઇ ગયા હતા.
ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર વીજળી પડતાં મોત
વડોદરા જિલ્લામાં આજે સવારે ભારે પવન સાથે વરસાદ પડ્તાં અનેક લોકોના ખેતરોમાં પતરા ઉડ્યાની ધટનાઓ સામે આવી છે ત્યારે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર વીજળી પડતાં મોત નિપજ્યું છે. વડોદરાના વાઘોડિયાના કુમેઠા ગામે ખેતરમાં કામ કરી રહેલા ખેડુત પ્રવિણભાઈ ચીમનભાઈ ચૌહાણનું વીજળી પડતાં મોત થયું છે. 50 વર્ષિય ખેડૂત પ્રવિણ ભાઇ ભારે પવન અને વરસાદના કારણે ખેતરમાં જ ફસાઇ ગયા હતા. આ સમયે વીજળી પડતાં તેમનું મોત નિપજ્યુ છે. પરિવારજનોને ઘટનાની જાણ થતાં ખેતર પહોંચ્યા હતા. ત્યારે પરીવારમાં શોકની લાગણી છવાઈ હતી.
આ પણ વાંચો : ખાખી વર્દી સાથે હવે નહીં બનાવી શકાય રિલ્સ, પોલીસ વિભાગમાં લાગુ થયા નવા નિયમો