ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં આગામી 3 કલાક ભારે! આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

Text To Speech

ગુજરાતમાં અત્યારે ચોમાસા જેવો માહોલ સર્જાઇ ગયો છે, આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક મહત્વની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે ગુજરાતના માથે આગામી 3 કલાક ભારે હોવાની આગાહી કરી છે.

રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી

છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે, રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે, આજે વહેલી સવારથી રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદે ધડબડાટી બોલાવી છે. અને રાજ્યમાં વાવાઝોડા અને ભારે પવન ફૂંકાવવાના કારણે અનેક જગ્યાએ નુકશાન થયું છે.ત્યારે હવામાન વિભાગે હજુ પણ રાજ્યામાં આગામી 3 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

વરસાદની આગાહી-humdekhengenews

આ વિસ્તારોમાં વરસાદ બોલાવશે ધડબડાટી

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. જેમાં હવામાન વિભાગે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, ડાંગ, તાપી સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે પવન -વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિમીની રહેવાની શક્યતા છે.

આ પણ  વાંચો : વડોદરાના પાદરા-જંબુસર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, વાહનોમાં આગ, 3 ના મોત

Back to top button