ટોપ ન્યૂઝબિઝનેસ

ખાદ્યતેલના ભાવમાં ફરી થયો ઘટાડો, 10થી 15 રૂપિયા સસ્તું થતા લોકોને મળી રાહત

Text To Speech

છેલ્લા કેટલાક મહિનાઓથી ખાદ્યતેલના ભાવોએ સામાન્ય માણસનું બજેટ ખોરવી નાખ્યું હતું. પરંતુ હવે ફરી એકવાર કિંમતો ઘટી રહી છે. તાજેતરમાં, અદાણી-વિલ્મરે ખાદ્ય તેલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 10 સુધીનો ઘટાડો કર્યો છે. ચાલો જાણીએ કે ભવિષ્યમાં આવો ઘટાડો જોવા મળશે કે નહીં?

અદાણી વિલ્મરે ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલના એક લિટરની કિંમત રૂ. 220 થી ઘટાડીને રૂ. 210 પ્રતિ લિટર કરી છે. તે જ સમયે, કંપની દ્વારા શનિવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરસવના તેલના એક લિટરની કિંમત પણ 205 રૂપિયાની જગ્યાએ 195 રૂપિયા રહેશે. આ સિવાય હૈદરાબાદની કંપની જેમિની એડિબલ એન્ડ ફેટ્સે એક લિટર સનફ્લાવર ઓઈલ પેકેટની કિંમતમાં 15 રૂપિયાનો ઘટાડો કર્યો છે. કંપની ભાવમાં વધુ ઘટાડો કરી શકે છે.

કેન્દ્ર સરકારે પામ ઓઈલ પરની આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ ખાદ્ય તેલ કંપનીઓએ તેમના પેકેટના ભાવમાં ઘટાડો કર્યો છે. કિંમતોમાં થયેલા ઘટાડા અંગે કંપનીઓનું કહેવું છે કે અમે ગ્રાહકોને પણ જે ફાયદો મળી રહ્યો છે તે આપવા માંગીએ છીએ. તમને જણાવી દઈએ કે, પામ ઓઈલની સપ્લાયને કારણે ખાદ્યતેલના ભાવમાં અચાનક વધારો થયો હતો.
શું હવે ભાવમાં વધુ ઘટાડો થશે?

તાજેતરમાં એવા અહેવાલ આવ્યા હતા કે ભારત સરકાર ઇન્ડોનેશિયાને ઘઉં આપશે અને તેના બદલે ત્યાંથી પામ તેલની આયાત કરશે. જોકે, આ અંગે બંને સરકારો તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ જો આ ડીલ સફળ થશે તો આગામી સમયમાં ખાદ્યતેલના ભાવમાં ફરી ઘટાડો જોવા મળી શકે છે.

Back to top button