કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

ગોંડલમાં પિતાની નજર સામે જ પુત્રનું કમકમાટીભર્યુ મોત

Text To Speech
  • ગોંડલના નવાગામમાં પિતા સામે જ પુત્રનું મોત
  • એકના એક પુત્રનું રોટાવેટર નીચે આવી જતા મોત
  • પરિવારમાં શોકની લહેર પ્રસરી

રાજકોટના ગોંડલ તાલુકાના નવાગામની સીમમાં આવેલા ખેતરમાં પિતા રોટાવેટર ચલાવી રહ્યા હતા. ત્યારે પાછળથી રોટાવેટરમાં ચડેલા પુત્રનો પગ લપસતા રોટાવેટરમાં આવી જતા પિતાની નજર સામે જ પુત્રનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. મૃતક પરીવારનો એકનો એક પુત્ર હતો.

Gondal-1-hdnews

પગ લપસતા પિતાની નજર સામે જ પુત્રનું મોત

વાત જાણે એમ છે કે ગોંડલના ગોમટા નજીક આવેલા નવાગામમાં રહેતા દિનેશભાઈ રૈયાણી સમી સાંજના સમયે પોતાનાં ખેતરમાં રોટાવેટર ફેરવી રહ્યાં હતા. ત્યારે તેમના 13 વર્ષના પુત્ર શ્યામ પાછળથી રોટાવેટર પર ચડવા જતા તેનો પગ લપસતા રોટાવેટરમાં નીચે આવી જતાં પિતાની નજર સામે જ પુત્રનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. નજર સામે જ પુત્રનું મોત નિપજતાં દિનેશભાઈ હતપ્રથ થઈ ગયા હતા.

gondal-3hdnews
મૃતક પુત્ર

બનાવ બાદ શ્યામના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. દિનેશભાઈને સંતાનમાં 2 પુત્રીઓ તથા શ્યામ તેમનો એકનો એક પુત્ર હતો. એકા એક પુત્રના મોત બાદ પરીવારમાં અને ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ પણ વાંચો: બનાસકાંઠા: ડીસામાં પ્રેમિકાને મળવા જવું પ્રેમીને ભારે પડ્યું:ગ્રામજનોએ પ્રેમીને પકડી ટપલી દાવ કરી માથે ટકો કરી છોડી મુક્યો

 

Back to top button