ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288ના મોત, રેલવે મંત્રીએ કહ્યું- આ રાજકારણનો સમય નથી

Text To Speech

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક રેલવે અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ વિપક્ષ સતત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગ કરી રહ્યો છે. આ અંગે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આ રાજનીતિનો સમય નથી. મારી પીડા વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. હું ક્યાંય જવાનો નથી, હું અહીં જ રહીશ. જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે.

NCPના વડા શરદ પવારે મહારાષ્ટ્રમાંથી આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે આ દુર્ઘટનાની ઝીણવટભરી તપાસ થવી જરૂરી છે ત્યાર બાદ જ સત્ય બહાર આવશે. એક જૂનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી રેલવે મંત્રી હતા અને તેમના કાર્યકાળ દરમિયાન બીજી ટ્રેન દુર્ઘટના થઈ ત્યારે તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ તેમના રાજીનામાની વિરુદ્ધ હતા. તેમ છતાં શાસ્ત્રીજીએ રાજીનામું આપી દીધું હતું.

આ સદીની સૌથી મોટી ઘટના છે – મમતા બેનર્જી

બીજી બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે ઓડિશામાં ટ્રેન દુર્ઘટના બાદ બચાવ કાર્યની જાણકારી લેવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.તેમણે કહ્યું હતું કે આ સદીની સૌથી મોટી ટ્રેન દુર્ઘટના છે અને તેની યોગ્ય તપાસ થવી જોઈએ. આની પાછળ ષડયંત્ર હોવાની આશંકા છે. સત્ય બહાર આવવું જોઈએ.

ભાજપના નેતાએ પવારની વાત પર પ્રતિક્રિયા આપી

બીજી તરફ શરદ પવારના રાજીનામાની માંગ પર ભાજપના નેતા સુધીર મુનગંટીવારે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે પવારની માંગને હાસ્યાસ્પદ ગણાવી, અને કહ્યું કે કોવિડ દરમિયાન હજારો લોકોના મોત થયા હતા, શું અજિત પવાર નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે જ રાજીનામું આપ્યું હતું. શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે પણ રેલવે મંત્રીના રાજીનામાની માંગ કરી છે. તેમણે શરદ પવારની વાતને સમર્થન આપ્યું છે.

Back to top button