ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

PM મોદી અમેરિકાની સંસદમાં કરશે સંબોધન

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન 22 જૂને અમેરિકી સંસદની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. અમેરિકાએ કહ્યું કે સંયુક્ત બેઠકને સંબોધિત કરવા માટે પીએમ મોદીને આમંત્રણ આપવું અમારા માટે સન્માનની વાત છે. વાસ્તવમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને PM મોદીને અમેરિકાની સત્તાવાર મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે.

શું કહ્યું અમેરિકાએ?

શુક્રવારે (2 જૂન) યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટ તરફથી સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી યુએસ સંસદને સંબોધિત કરે તે અમારા માટે ગર્વની વાત હશે. બંને દેશો વચ્ચેની ભાગીદારી સતત વધી રહી છે. આ દરમિયાન પીએમ મોદી ભારતના ભવિષ્ય માટેના તેમના વિઝન અને બંને દેશો સામેના વૈશ્વિક પડકારો વિશે વાત કરશે.

બાઈડન અને PM મોદી સાથે કરશે રાત્રિ ભોજન 

ઉપર આપેલા બયાનના ઓફિશયલ નિવેદન પર હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર મેકકાર્થી, સેનેટના બહુમત નેતા ચક સ્કમર, સેનેટના રિપબ્લિકન નેતા મિચ મેકકોનવેલ અને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સના ડેમોક્રેટિક નેતા હકીમ જેફ્રીઝ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ જો બાઈડેન વડા પ્રધાન મોદીને તેમની યુએસની સત્તાવાર મુલાકાતની યજમાની કરશે. અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડન અને PM મોદી બંન્ને સાથે 22 જૂને રાત્રિ ભોજન પણ કરશે.

PM મોદી બીજી વખત અમેરિકી સંસદને કરશે સંબોધિત

આ બીજી વખત છે જ્યારે પીએમ મોદી યુએસ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. પીએમ મોદીએ અગાઉ 2016માં યુએસ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. કેન્દ્ર સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે પીએમ મોદી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડેનના આમંત્રણ પર અમેરિકા જશે. 2014માં પીએમ બન્યા બાદથી મોદીની અમેરિકાની આ છઠ્ઠી મુલાકાત હશે. બંને નેતાઓ તાજેતરમાં મે મહિનામાં જાપાનના હિરોશિમામાં G7 અને ક્વાડ સમિટમાં પણ મળ્યા હતા.

આ પણ વાંચો: BRICS દેશો આંતકવાદ સામે લડવા માટે એક મંચ ઉપર આવવા તૈયાર

Back to top button