ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીના વાતાવરણમાં પલટો, આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા

Text To Speech

પાલનપુર: હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા વાતાવરણમાં એક વાર ફરી પલટો જોવા મળ્યો છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ઠંડી પવન સાથે ફરી એકવાર કમોસમી વરસાદ જેવી સ્થિતી બની શકે તેમ છે.

વાતાવરણમાં પલટો-humdekhengenews

દાંતા તાલુકામાં 28 મે’23ના રોજ વાવાઝોડા સહિત ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ હતી. જેને લઈને ખેડૂતો અને વેપારીઓને પણ નુકસાન સર્જાયું હતું. હવામાન વિભાગની આગાહી વચ્ચે યાત્રાધામ અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં આજે ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તો કમોસમી વરસાદ પણ વરસી શકે છે. ત્યારે આજે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ખેડૂતો આકાશમાં છવાતા કાળા વાદળોને જોઈને ફરી એક વાર ચિંતામાં મુકાયા છે. ત્યારે આ વાદળો આફતના વાદળો ના બની જાય તેવું ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસાના ઝેરડા પાસે ટ્રક પલટી ખાઈ જતા અકસ્માતમાં ચાલકનું મોત

Back to top button