ગુજરાતમધ્ય ગુજરાત

યુવાપેઢીને આયુર્વેદ તરફ વાળવાની નેમ, આઈકોન આયુર્વેદા 2023 અંતર્ગત વડોદરામાં યોજાશે નેશનલ કોન્ફરન્સ

વડોદરા :  આયુર્વેદિક સ્ટુડન્ટ અને ડોક્ટર્સ માટે વડોદરામાં એક નેશનલ લેવલ કોન્ફરન્સનું આયોજન કરવામા આવ્યું છે. આગામી 25 જૂને આઈકોન આયુર્વેદા 2023 નામની નેશનલ લેવલ કોન્ફરન્સ યોજાશે. જેમાં ભાગ લેવા ઈચ્છતા સ્ટુડન્ટ અને ડોક્ટર્સને અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન માટેને છેલ્લી તારિખ 15 જૂન છે.

આયુર્વેદા કાર્યક્રમ-humdekhengenews

આઈકોન આયુર્વેદા 2023 અંતર્ગત એક નેશનલ કોન્ફરન્સ યોજાશે

વડોદરા શહેરમાં આગામી 25 જૂનના રોજ આઈકોન આયુર્વેદા 2023 અંતર્ગત એક નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામા આવ્ચું છે. જેને કંકાયન ફાઉન્ડેશન અને સુમનદિપ વિદ્યાપીઠ દ્વારા ઓર્ગેનાઈઝ કરવામા આવી રહ્યું છે. તેમજ ડાબર દ્વારા આ કોન્ફરન્સનું સ્પોન્સર કરવામા આવી રહ્યું છે.

 

આયુર્વેદા કાર્યક્રમ-humdekhengenews

કાંકાયન ફાઉન્ડેશન વિશે માહિતી

કાંકાયન ફાઉન્ડેશન એ બિન-સરકારી સંસ્થા છે જે દરેક રીતે શાશ્વત આયુર્વેદના પ્રચાર અને પ્રચાર માટે નિષ્ઠાવાન પ્રયાસો કરે છે. આ કાંકાયન ફાઉન્ડેશનના  એમડી આયુર્વેદ( ગોલ્ડ મેડલ ) ડૉ દિલખુશ તાંબોલી છે. જે  કોલ્હાપુરના છે. તેમજ ગુજરાત લેવલ પર સંચાલન ડો. જયદત્ત  જનસારી કરી રહ્યા છે. ડૉ.જયદત્ત જનસારી કંકાયન ફાઉન્ડેશનના  વરિષ્ઠ આયુર્વેદાચાર્ય છે. જેઓ અમદાવાદના છે. આ સંસ્થા દ્વારા આયુર્વેદની થીમ પર આધારિત સેમિનાર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદો, ફ્રી મેડિકલ ચેક-અપ કેમ્પ, વગેરેનું આયોજન કરવામા આવતું હોય છે. તેમજ આ સંસ્થા દ્વારા વર્કર્સ, કોર્પોરેટ ઓફિસર્સ, બેંક સ્ટાફ, આઈટી પ્રોફેશનલ્સ માટે અલગ-અલગ વર્ગમાં સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ કેમ્પિંગનું આયોજન પણ કરવામા આવતું હોય છે. આ સાથે આયુર્વેદ ક્લાસિક્સના વિશાળ પાસાઓને ઉજાગર કરીને વિદ્યાર્થીઓને આયુર્વેદની ઊંડાઈ સમજવા માટે પ્રેરિત કરવાનું કામ પણ આ સંસ્થા કરવામા આવતું હોય છે.

દિલખુશ તંબોલી-humdekhengenews

આયુર્વેદિક સ્ટુડન્ટ અને ડોક્ટર્સને થશે આ ફાયદો

આયુર્વેદિક સ્ટુડન્ટ અને ડોક્ટર્સ માટે વડોદરામાં એક નેશનલ લેવલ કોન્ફરન્સનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં સ્ટુડન્ટ અને ડોક્ટર્સને આયુર્વેદને લગતી નવી નવી જાણકારી આપવામા આવશે. આ કોન્ફરન્સમાં ભારતમાથી મોટા મોટા ડોસ્ટર્સ ભગ લેવા માટે આવશે. આ કોન્ફરન્સમાં દરેક ફિલ્ડના સ્પે. ડો. આવશે તેનો મહત્વની જાણકારી આપશે. જેથા આ કોન્ફરન્સથી સ્ટુડન્ટન તો ફાયદો થશે સાથે હાલના ડોક્ટર્સને પણ ઘણો ફાયદો થશે તેમને નવી જાણકારી મળશે આ નવી જાણકારી સાથે તેઓ પોતાની જાતને અપડેટ કરી શકશે.

જયદત્ત જંસારી-humdekhengenews

આ કોન્ફરન્સનો હેતુ

આયુર્વેદિક સ્ટુડન્ટ અને ડોક્ટર્સ માટે વડોદરામાં એક નેશનલ લેવલ કોન્ફરન્સનું આયોજન કરવામા આવ્યું છે.જોનો મુખ્ય હેતું અત્યારના નવા ડોક્ટર્સમાં આયુર્વેદનું મહત્વ સમજે અને તેમનામાં આયુર્વેદ વિશે વધારે જાગૃતતા આવે અને તેના કારણે તેમનામાં આયુર્વેદની પ્રેક્ટિસમાં વિશ્વાસ વધે . જેથી આવનારા સમયમાં આયુર્વેદિક ડોક્ટર્સ વધશે તેના કારણે આવનારી પેઢીને ફાયદો થશે. આ કોન્ફરન્સથી સ્ટુડન્ટ ને ખ્યાલ આવશે કે આયુર્વેદમાં પણ તેઓ પોતાનું સારુ કરિયર બનાવી શકે છે.

 આ પણ વાંચો : Breaking News: ‘બિપરજોય’ પાકિસ્તાન તરફ ફંટાશે! શું કહ્યુ હવામાન વિભાગે?

Back to top button