ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મનીષ સિસોદિયાને હાઈકોર્ટમાંથી મળી થોડી રાહત

Text To Speech

દિલ્હી હાઈકોર્ટે શુક્રવાર (2 જૂન) ના રોજ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હીની એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાહત આપી છે, કોર્ટે સિસોદિયાને શનિવાર(3 જૂન)ની સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીના જામીન આપીને વચગાળાના જામીન પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

દિલ્હી હાઈકોર્ટે આ જામીન દરમિયાન એક શરત મૂકી કે સિસોદિયા આ સમયગાળા દરમિયાન મીડિયા સાથે વાત નહીં કરે. તેમને ફક્ત તેમના પરિવાર સાથે જ વાત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય કોર્ટે કહ્યું કે તેઓ મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે નહીં. કોર્ટે તેમને શુક્રવાર સાંજ સુધીમાં તેમની પત્નીનો મેડિકલ રિપોર્ટ જમા કરાવવા કહ્યું અને કહ્યું કે તેઓ પત્નીને પોલીસ કસ્ટડીમાં મળી શકે છે. મહત્વનું છે કે સિસોદિયાએ પત્નીની તબિયતને ટાંકીને જામીનની માંગણી કરી હતી.

આ પણ વાંચો: કુસ્તીબાજોના સમર્થનમાં જાણો રાહુલ ગાંધીએ શું કહ્યું

Back to top button