ગુજરાતટોપ ન્યૂઝ

200 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલોમાંથી છુટ્યા, આજે વાઘા અટારી સરહદે આવશે

Text To Speech
  • હજુ પાકિસ્તાનની જેલમાં 232 ખલાસીઓ છે
  • ત્રીજા તબક્કામાં વધુ 100 માછીમારો મુક્ત કરાશે
  • ગુજરાત ફિશરીઝ વિભાગની ટીમ વાઘા બોર્ડર પહોંચી

પાકિસ્તાન મરીન પોલીસે દરિયાઇ જળસીમામાંથી પકડેલા પોરબંદરના 4 સહીત દેશના 200 માછીમારો મુક્ત કર્યા છે અને તેઓ આજે અમૃતસરના વાઘા અટારી સરહદે આવી પહોંચશે. જેનો કબજો લઇ સહી સલામત ઘર સુધી પહોંચાડવા ગુજરાત ફિશરીઝ વિભાગની ટીમ વાઘા બોર્ડર પર પહોંચી છે અને સંભવતઃ તા.3 અથવા 4ના રોજ તેઓને લઇ વતન આવવા રવાના થશે.

આ પણ વાંચો: AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સની મોટી રકમના બાકીદારો માટે લેવાયો ખાસ નિર્ણય 

ગુજરાતના 274 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યુ

પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા છેલ્લા 2 વર્ષમાં જ પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતના 274 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યુ છે અનેક રજૂઆત બાદ પ્રથમ તબક્કે તા 12 મે ના રોજ પોરબંદર ના 5 સહીત કુલ 198 માછીમારો ને મુક્ત કરવામાં આવ્યા બાદ હવે વધુ 200ને મુક્ત કરાયા છે.

આ પણ વાંચો: અમદાવાદ: વિદેશમાં લગ્નની ઘેલછા યુવતીને ભારે પડી 

હજુ પાકિસ્તાનની જેલમાં 232 ખલાસીઓ છે

માછીમાર અગ્રણી જીવનભાઈ જુંગી એ જણાવ્યું હતું કે મુક્ત થનાર મોટા ભાગના માછીમારો ઉના, ગીર સોમનાથ, વલસાડ સહિતના વિસ્તારના હોવાનું જાણવા મળે છે. માછીમારોની મુક્તિના સમાચાર મળતા તેઓના પરિવારજનોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. હજુ પાકિસ્તાનની જેલમાં 232 ખલાસીઓ છે તેમાંથી 100 ખલાસીઓને ત્રીજા તબક્કામાં 14 જુલાઈએ મુક્ત કરવામાં આવશે. તથા મુક્ત થયેલા માછીમારો ત્યાની વિવિધ જેલમાં 2019ની સાલથી કેદ હોવાનું જાણવા મળે છે.

Back to top button