ટ્રેન્ડિંગનેશનલ

કુસ્તીબાજોના સમર્થનમાં જાણો રાહુલ ગાંધીએ શું કહ્યું

Text To Speech

વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક જેવા મોટા રેસલર્સ બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સતત કરી રહ્યા છે. ભારતીય કુસ્તી સંઘના વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજોનો વિરોધ એક મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યો છે. કુસ્તીબાજોના સમર્થનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, 25 આંતરરાષ્ટ્રીય મેડલ લાવનારી દીકરીઓ આજે રસ્તાઓ પર ન્યાય માટે વિનંતી કરી રહી છે. મોદી સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, “15 ઘૃણાસ્પદ આરોપોવાળા સાંસદ વડાપ્રધાનના ‘સુરક્ષા કવચ’ હેઠળ સુરક્ષિત છે.

આ પણ વાંચો : AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સની મોટી રકમના બાકીદારો માટે લેવાયો ખાસ નિર્ણય

“રાહુલ ગાંધીએ કુસ્તીબાજોની આ હાલત માટે મોદી સરકારને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું, “દીકરીઓની આ સ્થિતિ માટે મોદી સરકાર જવાબદાર છે.”આ સાથે જ બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગણી સાથે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનું સમર્થન વધી રહ્યું છે. બુધવારે, દેશના ઘણા મોટા નેતાઓએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા ના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ શરણ સિંહની તાત્કાલિક ધરપકડની માંગ કરીને કુસ્તીબાજોનું સમર્થન કર્યું હતું. આ ઉપરાંત ખાપ મહાપંચાયત પણ ગુરુવારે બોલાવવામાં આવી છે.

આ પણ વાંચો : આતંકવાદ એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટેના મોટા ખતરાઓમાંનું એક: જયશંકર

Back to top button