રાજ્યકક્ષાની અંડર-19 અને મેન્સ ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
- રાજ્યકક્ષાની અંડર- ૧૯ તથા મેન્સ ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
- ક્રિકેટ ટુર્નામેન્ટનો એવોર્ડ વિતરણ તથા સમાપન સમારંભ ૩૦ મેના રોજ યોજાયો હતો
- ગુજરાતભરમાંથી કુલ ૩૬ થી વધું ટીમો તથા ૫૧૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ્ડ રીસર્ચ ધ યુનિવર્સિટી ફોર ઇનોવેશન ખાતે રાજ્યકક્ષાની અંડર- ૧૯ તથા મેન્સ ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ ૧૯મી મે થે ૨૯મી મે સુધી આયોજન કરવામાં આવ્યુ. ક્રિકેટ ટુર્નામેન્ટનો એવોર્ડ વિતરણ તથા સમાપન સમારંભમાં ૩૦ મે, ૨૦૨૩ના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન જશવંતભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. રાજ્યકક્ષાની અંડર- ૧૯ તથા મેન્સ ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી કુલ ૩૬ થી વધું ટીમો તથા ૫૧૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ચેમ્પિયન અને રનર્સ અપ
આ ટુર્નામેન્ટમાં અંડર-૧૯ માં DPS તથા મેંસ ઓપનમાં GNLU ચેમ્પિયન બન્યા હતાં તથા સેંટ ઝેવિયર્સ, ગાંધીનગર તથા IAR રનર્સ અપ રહ્યા હતાં. વિજેતા ટીમોને રોકડ રકમ ઇનામ તથા ટ્રોફીથી નવાજવામાં આવી હતી અને ઉપસ્થિત તમામે હર્ષોલ્લાસ સાથે તેમને વધાવી લીધા હતાં. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના પ્રેસિડેંટ પ્રોફેસર રાવ ભામિદિમારીના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. મનિષ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ઠંડુ દૂધ પેટની આ બિમારીથી આપશે રાહત……જાણો ઠંડુ દૂધ પીવું કેટલું ફાયદાકારક