ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: બનાસ ડેરીના ચેરમેન તરીકે પુન: શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીની બિનહરીફ વરણી

Text To Speech

પાલનપુર: બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા શુક્રવારે પાલનપુર બનાસ ડેરી ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિન હરીફ વરણી કરાતા સહકારી ક્ષેત્રમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

એશિયાની નંબર વન બનાસ ડેરીના સત્તા મંડળ ના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની અઢી વર્ષની ટર્મ (મુદ્દત) પુરી થતા પાલનપુર બનાસડેરી ખાતે શુક્રવારે સવારે 11:00 કલાકે પાલનપુર પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં 16 ડિરેક્ટરોની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સત્તા મંડળ દ્વારા રિપીટ કરાતા ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારી ને બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

ચેરમેન-વાઇસ ચેરમેનને સભ્યો અને સમર્થકો દ્વારા ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી

જેના પગલે સહકારી આલમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અને ઉપસ્થિત લોકોએ ચેરમેન શંકરભાઇ ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવાભાઇ રબારીને ફુલહાર પહેરાવી મોં મીઠું કરાવી વધાવી લેવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં બનાસ ડેરીના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને સમર્થકો હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી.આ અંગે જિલ્લા ભાજપ પ્રભારી જયંતિભાઇ કાવડીયાએ જણાવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચેરમેન તરીકે શંકરભાઇ ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઇ રબારીના નામનો મેન્ડેડ આવ્યો હતો.જે રજુ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :આજે શ્રીદેવીની વેડિંગ એનિવર્સરી, બોની કપૂરે શેર કરી આ તસવીર

 

Back to top button