અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદીઓને મળશે હેરિટેજ બસ સ્ટેશનની ભેટ, આ તારીખે મુખ્યમંત્રી કરશે લોકાર્પણ

Text To Speech

અમદાવાદ શહેરનાં હાર્ટ સમાન લાલ દરવાજા વિસ્તારમાં આવેલા AMTS બસ સ્ટેન્ડનું બ્યુટિફિકેશનનું કામ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે 5 જૂને મુખ્યમંત્રીના હસ્તે લાલદરવાજા બસ ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવશે.અમદાવાદના 65 વર્ષ જૂના બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપીને તૈયાર કરવામા આવ્યું છે.

લાલ દરવાજા બસ સ્ટોપ-humdekhengenews

લાલા દરવાજા AMTS બસ સ્ટેશનનું થશે લોકાર્પણ

અમદાવાદના હાર્ટ સમાન લાલા દરવાજા AMTS બસ સ્ટોપની કાયાપલટ કરવામાં આવી છે. 65 વર્ષ જૂના બસ સ્ટેન્ડનું હેરિટેજ થીમ પર લાલ દરવાજા બસ સ્ટોપનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે આ AMTS બસ સ્ટોપનું લોકાર્પણ 5 જૂનનાં રોજ મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

લાલ દરવાજા બસ સ્ટોપ-humdekhengenews

જાણો આ બસ સ્ટેશનની ખાસિયતો

લાલ દરવાજા બસ સ્ટોપ અમદાવાદીઓ માટે ટ્રાન્સપોટેશનનું મોટું હબ છે. અહી મુસાફરોની ખુબ જ મોટી ભીડ પણ જોવા મળે છે. આ ટર્મિનસ પરથી દૈનિક 49 રૂટ પર 118 બસની અવરજવર થતી હોય છે. અમદાવાદની ઓળખ સમાન એવા લાલ દરવાજા બસ ટર્મિનસને હેરિટેજ લૂક આપીને તૈયાર કરવામા આવ્યું છે. લાલ દરવાજાનું બસ સ્ટેન્ડ રિનોવેશન કરવામાં આવ્યું છે.  આ બસ સ્ટેન્ડમાં જયપુરના ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરવામા કરવામા આવ્યો છે. અને ફાનસ પેટર્નની લાઈટો લગાડવામા આવી છે. બસસ્ટેન્ડના બિલ્ડિંગના પ્લેટફોર્મ અને પીલરનું બંશીપુર પહાડનાં પથ્થરોથી બાંધકામ કરવામાં આવ્યું છે આ પથ્થરોનો ઉપયોગ રામ મંદિરનાં નિર્માણમાં પણ થઈ રહ્યો છે. આ ટર્મિનસના બાંધકામ કુલ 8 કરોડ 88 લાખના ખર્ચે કરવામા આવ્યું છે. આ બસ સ્ટેશનમાં લોકોને બેસવાની વ્યવસ્થા માટે પણ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.બસ સ્ટેન્ડમાં ફાનસ પેટર્નની લાઈટો લગાવવામાં આવી છે. અને કાર્વિંગ વર્ક કરાવામાં આવ્યું છે. અહીં ટર્મિનલ ઓફિસ, કેશ કેબિન,ટિકિટ ઇશ્યૂ સેન્ટર, સ્ટાફ માટેની સુવિધા ઉપલબ્ધ કરવામા આવી છે. તેમજ તમામ પ્લેટફોર્મ ઉપર ડિજીટલ ટાઇમટેબલની સુવિધા આમ આ અદ્યતન બસ ટર્મિનસમાં વર્ષ 1947માં અમદાવાદમાં લાલ બસ શરૂ થઈ ત્યારથી અત્યારસુધીની AMTSનો ઇતિહાસ દર્શાવતી તમામ માહિતી દર્શાવવામા આવી છે. તેમજ આ બસ સ્ટેન્ડને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામા આવ્યું છે.

આ પણ વાંચો : બનાસ ડેરી ચૂંટણી : ચેરમેન પદે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની બિન હરીફ વરણી

Back to top button