ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે ! આ વિસ્તારોમાં ફરી 50 કિમીની ઝડપે પવન સાથે ખાબકશે વરસાદ

Text To Speech

રાજ્યમાં ગરમી અને વાદળછાયા વાતાવરણની વચ્ચે હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે વાતાવરણમાં ફરી એક વાર પલટો આવવાની આગાહી કરી છે. રાજ્યમાં 6થી 9 જુન ચક્રવાત આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામા આવી છે. હવામાન વિભાગે આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરાસદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 6થી 9 જુન ચક્રવાત આવવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. આ સાથે રાજ્યમાં 50 કિમીની ઝડપે પવન ફૂકાવવાની પણ શક્યતા છે.

આ વિસ્તારમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડમાં વરસાદની શક્યતા છે. આ સાથે નવસારી, દમણ, સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદ -humdekhengenews

દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા

ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે 8થી 10 જૂન વચ્ચે કેરળમાં ભારે પવન ફૂંકાવવાની આગાહી વ્યક્ત કરી છે. આ સાથે કેરળના દરિયા કિનારે 200 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગર પર પણ ચક્રવાત સર્જાવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ પડશે ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.

જાણો ગુજરાતમાં ક્યારે શરુ થશે ચોમાસું

ચોમાસાને લઈને આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે , વાવાઝોડાના કારણે ચોમાસામાં વિલંબ થઈ શકે છે. વાવાઝોડાના કારણે ભેજ ખેંચાતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે નહીં. જેથી કેરળના દરિયા કિનારે ચોમાસું થોડું મોડુ પહોંચી શકે છે. ગુજરાતમાં ચોમાસા અંગે માહીતી આપતા અંબાલાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસાનો વરસાદ 15 જૂન આસપાસ થશે.

 આ પણ વાંચો : અમદાવાદ: ઓન ડ્યુટી ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારી, જાણો શું છે કારણ

Back to top button