અમદાવાદટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: ઓન ડ્યુટી ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારી, જાણો શું છે કારણ

Text To Speech

અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક થાય કે પછી અકસ્માત, ઉનાળો હોય કે પછી વરસાદ ગમે એ પરિસ્થિતીમાં પોતાની ફરજ નિભાવતા ટ્રાફિક પોલીસ લોકોની સમસ્યા તેમજ કોઈ તકલીફ ન પડે તે માટે ડ્યુટી કરતા ૫૦૦થી વધુ નાના મોટા ચાર રસ્તા પર જોવા મળે છે. ટ્રાફિકના કાયદાનો ઉલંગન અને બેદરકારી કરનાર લોકો સામે દંડ ફટકારવાની ટ્રાફિક જવાનોની જવાબદારી હોય છે, જો ફરજ નિભાવતા ઓન ડ્યુટી ટ્રાફિક જવાન જ બેદરકારી કરશે તો તેના સામે ટ્રાફિક વિભાગ દ્વારા કડક પગલા લેવામાં આવશે.

આ કારણોથી દંડ ફટકારવામાં આવ્યું 

અમદાવાદ ટ્રાફિક વિભાગમાં 2 હજાર પોલીસ કર્મચારી, 2200 ટ્રાફિક બ્રિગેડ અને 250 હોમગાર્ડન જવાન ફરજ બજાવતા હોય છે. ત્યારે જવાનોની બેદરકારી પર ટ્રાફિક વિભાગે કડક પગલા લીધા છે. છેલ્લા 2 વર્ષમાં ટ્રાફિકના 766 અને બ્રિગેડના 95 જવાનો પોઈન્ટ પર ગેરહાજર મળતા તેમનો પગાર કાપવામાં આવ્યો છે. ટ્રાફિક નિયમોનો જનતા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન જવાનો દ્વારા થાય છે કે નહી તે જોવા માટે ઉપરી અધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે છે. જેમાં મોટાભાગના પોલીસ કર્માચારીઓ પોઈન્ટની નજીક જ વાહન પાર્ક કરીને અથવા તો બેઠા બેઠા મોબાઈ ફોનમાં ગેમ રમતા પકડાયા હતા.જયારે આવી જ રીતે  ઘણાં બધા મોબાઈ ફોનમાં ચેટિંગ કરતા સોશિયલ મીડિયા પર વ્યસ્ત મળ્યાં હતા. ચાલુ નોકરીએ ફોનમાં ચેટ-ગેમ રમતા 861 ટ્રાફિક જવાનોને અધિકારીઓ પકડ્યા હતા. જેમાંથી 12 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે. 95 ટીઆરબી જવાનોને શિક્ષાત્મક પગલાના ભાગરૂપ એકથી ચાર દિવસ સુધીનો પગાર કાપી લેવામાં આવ્યો છે.

ગંભીર કિસ્સાઓમાં સસ્પેન્ડ પણ કરાશે 

અધિકારીઓએ જણાવ્યું હતું કે શેહરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે જોવાની જવાબદારી ટ્રાફિક પોલીસની છે. જો કોઈ પણ જાતની બેદરકારી સામે આવશે તો તેના સામે નોટિસ દેવામાં આવશે અને ગંભીર કિસ્સાઓમાં પગાર કાપવા આવશે  તે ઉપરાંત સસ્પેન્ડ પણ કરવામાં આવશે.

આ પણ વાંચો :દ્વારકામાં ડ્રગ્સ ઘૂસાડનાર બે પેડલરો પોલીસના સકંજામાં, SOGએ મુંબઇમાં પાડ્યા હતા દરોડા

Back to top button