બનાસકાંઠા : ડીસામાં નાયી સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે યોજાયો કારકિર્દી અંગેનો સેમિનાર
- સમાજના યુવાનોનું સોનેરી ભવિષ્ય બનાવવાનો પ્રયાસ
પાલનપુર : ડીસામાં નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ દ્વારા માર્ગદર્શન સેમિનાર તેમજ કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓએ કેવા અભ્યાસક્રમની પસંદગી કરવી જોઈએ, કયા ક્ષેત્રમાં જવું જોઈએ તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ડીસામાં નાઈ સમાજની વાડી ખાતે પ્રગતિ મંડળ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. અન્ય સમાજની જેમ નાયી સમાજના યુવાનો પણ દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહે, તેમને ધોરણ 10 અને 12 પછી ટકાવારી પ્રમાણે અને તેમની પસંદગી પ્રમાણે કેવી કારકિર્દીની પસંદગી કરવી જોઈએ, કયા ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી ગાંધીનગરના ડીરેક્ટર નિકુલ રાવલ તેમજ એસ.પી.નાઈ દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન તેમજ મોટિવેશન પુરું પાડ્યું હતું.
આ સેમિનાર અંગે નાયી સમાજ પ્રગતિ મંડળના સ્થાપક પ્રમુખ દલપત ભાટીએ જણાવ્યું હતું કે, તેમના સમાજના યુવાનોને ધોરણ 10 અને 12 પછી કારકિર્દીની પસંદગી કરવામાં પૂરતી માહિતી મળી રહે, ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં નોકરીની વધુ તકો હશે, કયા ક્ષેત્રમાં જવાથી ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપી તેમને પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.
આ પણ વાંચો :