ઉત્તર ગુજરાતગુજરાત

આણંદ અને બનાસકાંઠા જિલ્લા વચ્ચે ક્રિકેટની યોજાયેલ ફાઇનલમાં બનાસકાંઠાની ટીમ બની ઉપવિજેતા

Text To Speech
  • રાજકોટ ખાતે 31 મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી

પાલનપુર : સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ ગુજરાત રાજ્યનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે રાજકોટ જિલ્લા પંચાયતના યજમાન પદે 31 મી ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના કુલ-૩૩ જિલ્લાઓ પૈકી કુલ-31 જિલ્લા પંચાયતની ટીમોએ ભાગ લીધો હતો.


બનાસકાંઠા જિલ્લા પંચાયતની ટીમે આ ટુર્નામેન્ટમાં પોરબંદર જિલ્લા પંચાયતની ટીમ સામે સેમી ફાઈનલ જીતી ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જેમાં 31 મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ તારીખ ૩૧ મે-૨૦૨૩ના રોજ રાજકોટ ખાતે જિલ્લા પંચાયત આણંદ અને જિલ્લા પંચાયત બનાસકાંઠા વચ્ચે રમાઇ હતી. આ ફાઇનલ મેચમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની ટીમ ઉપવિજેતા રહી હતી. જે અન્વયે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે અને જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ, કર્મચારીઓએ જિલ્લા પંચાયત બનાસકાંઠાની ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો :બનાસકાંઠા : ડીસાના કંસારી પાસે બાઈક સવારને બોલેરોચાલકે ટક્કર મારી, બાદમાં યુવક પર ટેન્કર ફરી વળતાં મોત

Back to top button