ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે થયું સમાધાન? જયરામ રમેશે આપ્યુ મહત્વપુર્ણ નિવેદન

Text To Speech

રાજસ્થાનમાં કોંગ્રેસના આંતરિક વિખવાદને દૂર કરવા હાઈકમાન્ડ સતત પ્રયાસો કરી રહ્યું છે. અગાઉ સમાધાનનો દાવો કર્યા બાદ હવે હાઈકમાન્ડ તરફથી વધુ એક મોટું નિવેદન સામે આવ્યું છે. પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશનું કહેવું છે કે, “પાર્ટી જ સર્વોપરી છે અને રાજસ્થાનની આગામી વિધાનસભાની ચૂંટણીમાં આખો પક્ષ એક થઈને લડશે.”

જયરામ રમેશે શું કહ્યું?

જયરામ રમેશે વધુમાં કહ્યું કે, “29 મેના રોજ લાંબી મીટિંગ થઈ હતી. તમામ વિષયો પર ચર્ચા થઈ. પાર્ટી જ સર્વોપરી છે. અમે એકજુટ થઈને ચૂંટણી લડીશું અને જીતીશું.” વાસ્તવમાં, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની તાજેતરની મેરેથોન બેઠક બાદ કહેવામાં આવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણી એક થઈને લડવા માટે સમજૂતી થઈ ગઈ છે.

કોંગ્રેસના વરીષ્ઠ નેતા, જયરામ રમેશ

સમાધાનના દાવા પર પાયલટે શું કહ્યું?

પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે એ પણ કહ્યું હતું કે, ‘ગેહલોત અને પાયલટ પાર્ટીના પ્રસ્તાવ પર સહમત થઈ ગયા છે. તો બીજી તરફ, સચિન પાઇલટે બુધવારે (30 મે) બીજેપી સરકારમાં કથિત ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી સહિતની તેમની અન્ય માંગણીઓથી પીછેહઠ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. પાઇલટે વધુમાં કહ્યું, કે તેમણે ઉઠાવેલા મુદ્દાઓ પર સમાધાનની કોઈ શક્યતા નથી.

29 મેના રોજ ખડગેના ઘરે યોજાઈ હતી બેઠક

29 મેના રોજ, ખડગેના નિવાસસ્થાન 10 રાજાજી માર્ગ પર આયોજિત લગભગ 4 કલાકની બેઠક માટે ગેહલોત અને પાયલટ અલગ-અલગ સમયે પહોંચ્યા હતા. ગેહલોત સાંજે 6 વાગ્યાની આસપાસ ખડગેના ઘરે આવ્યા હતા અને પાયલોટ તેમના લગભગ બે કલાક પછી ત્યાં પહોંચ્યા હતા. આ પછી બંને નેતાઓ મીડિયા સામે પણ સાથે દેખાયા હતા. આ બેઠકમાં બંને વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: નેપાળના પીએમ સાથે મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ આપ્યુ મહત્વપુર્ણ નિવેદન

Back to top button