ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના ખેડૂતો આનંદો, મંત્રી ઋષિકેશ પટેલે કરી મહત્ત્વની જાહેરાત

Text To Speech
  • જળાશયનું વધારાનું પાણી ખેડૂતોની માગણી આધારિત પ્રિ-ખરીફ સિંચાઈ માટે
  • અગાઉના પાંચ તબક્કામાં રાજ્યમાં જળસંગ્રહ માટેના 74,510 કામો પૂરા થયા
  • 73 જળાશયોમાં 31મી મે સુધીમાં 10,500 મિલિયન ઘનફૂટ પાણીનો જથ્થો

ગુજરાતમાં ડેમોમાં પીવા માટે આરક્ષિત પાણી રાખ્યા બાદ વધારાનો જથ્થો સિંચાઈ માટે અપાશે. જેમાં 73 ડેમમાં 10,500 મિલિયન ઘનફૂટ પાણી આરક્ષિત છે. તથા જળસંચય અભિયાન હેઠળ 12.70 લાખ માનવદિન રોજગારી મળી છે તેમ સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં ફરતા ઠગ પરિવારથી સાવધાન, હિપ્નોટાઇઝ કરી લૂંટ કરે છે 

73 જળાશયોમાં 31મી મે સુધીમાં 10,500 મિલિયન ઘનફૂટ પાણીનો જથ્થો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણમાં મળેલી કેબિનેટ બેઠક બાદ સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 17 ફેબ્રુઆરીથી શરૂ થયેલા સુજલામ સુફલામ જળસંચય અભિયાનનું છઠ્ઠુ ચરણ 31મી મે એ પૂરું થયું છે. ગાંધીનગરથી શરૂ થયેલા આ અભિયાનમાં 24,153 કામોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 104 દિવસના અંતે 23,860 કાર્યો પૂરાં થયા છે. બીજી તરફ નર્મદા યોજના સિવાયના 206 જળાશયોમાં 26મી મે સુધીમાં આશરે 2 લાખ મિલિયન ઘનફૂટ ઉપરાંત પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. જે પૈકી પીવાના પાણીનો વપરાશ ધરાવતા 73 જળાશયોમાં 31મી મે સુધીમાં 10,500 મિલિયન ઘનફૂટ પાણીનો જથ્થો આરક્ષિત રાખ્યા બાદ જળાશયનું વધારાનું પાણી ખેડૂતોની માગણી આધારિત પ્રિ-ખરીફ સિંચાઈ માટે અપાશે.

આ પણ વાંચો: અમદાવાદ: AMCની એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમમાં આવકનો આંકડો જાણી રહેશો દંગ 

અગાઉના પાંચ તબક્કામાં રાજ્યમાં જળસંગ્રહ માટેના 74,510 કામો પૂરા થયા

સુજલામ સુફલામ અભિયાનમાં 12.70 લાખ જેટલા માનવ દિનની રોજગારી મળી છે. સરકાર અને સેવાકીય સંસ્થાઓની ભાગીદારીથી ચેકડેમ રિપેરિંગ 80-20ની યોજના હેઠળ કુલ 161 ચેકડેમના કામો પ્રગતિ હેઠળ છે, જે ટૂંક સમયમાં પૂરા થશે. 31મી મે 2023 પછી નવા કોઈ પણ ચેકડેમ રિપેરિંગના કામો શરૂ કરવામાં નહિ આવે. મંત્રીએ કહ્યું કે, અગાઉના પાંચ તબક્કામાં રાજ્યમાં જળસંગ્રહ માટેના 74,510 કામો પૂરા થયા છે. જેનાથી જળ સંગ્રહ ક્ષમતામાં 86,199 લાખ ઘનફૂટ વધારો થયો હતો. રાજ્યના 33 જિલ્લામાં 26,981 તળાવો ઊંડા કરાયા હતા.

Back to top button