આલિયા ભટ્ટના નાનાનું નિધન, એક્ટ્રેસે શેર કરી ઈમોશનલ પોસ્ટ
બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ આલિયા ભટ્ટના નાના અને તેમની માતા સોની રાઝદાનના પિતા નરેન્દ્ર રાઝદાનનું નિધન થયું છે. તેમણે 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. ભટ્ટ પરિવારમાં આજે શોકનો માહોલ છે. નરેન્દ્ર રાઝદાન છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે આલિયાએ આ જ કારણોસર ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’માં જવાનું કેન્સલ કરી દીધું હતું.
આલિયા તેના નાના સાથે વધુને વધુ સમય પસાર કરવા માંગતી હતી. તેથી જ તેણે કાન્સમાં હાજરી આપી ન હતી. પરંતુ આલિયાએ ગુરુવારે સોશિયલ મીડિયા પર તેના નાનાને શ્રદ્ધાંજલિ આપતાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. રાઝદાનને ગયા અઠવાડિયે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે પણ તેમની હાલત નાજુક હતી. અભિનેત્રીએ તેના નાનાના 92માં જન્મદિવસનો એક વીડિયો શેર કર્યો છે.
View this post on Instagram
વીડિયોમાં નરેન્દ્ર રાઝદાન પોતાનો 92મો જન્મદિવસ ઉજવતા જોવા મળે છે. વીડિયોમાં તેની સાથે રણબીર કપૂર પણ જોવા મળી રહ્યો છે. જ્યારે આલિયા પાછળ તેના નાનુને ચીયર કરતી સંભળાય છે. આ વીડિયોની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે તેના નાના, તેનો હીરો. 93 સુધી ગોલ્ફ રમ્યા, 93 સુધી કામ કર્યું, શ્રેષ્ઠ ઓમેલેટ બનાવી, શ્રેષ્ઠ વાર્તાઓ સંભળાવી, વાયોલિન વગાડ્યું; મારી પૌત્રી સાથે રમ્યા.
આ પણ વાંચો: આવી રહી છે ‘ગોધરાકાંડ’ પરની ફિલ્મ, ટીઝર થયું રીલીઝ