મિક્સર જારની બ્લેડ જામી કેમ જાય છે? જાણો કારણ અને ઉપાય
- કુકિંગને સરળ અને સુગમ બનાવવા માટે દરેક કીચનમાં મિક્સરનો ઉપયોગ થાય છે
- આજના સમયમાં તેના વગર જમવાની અલગ અલગ વસ્તુઓ બનાવવી મુશ્કેલ છે
- જારની બ્લેડ જામી જવી તે મિક્સરમાં થતી એક ખરાબી છે
કુકિંગને સરળ બનાવવા માટે કિચનમાં અનેક પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે. મિક્સર ગ્રાઇન્ડર તેમાંનું સૌથી મહત્ત્વનું સાધન છે. લગભગ દરેક રસોડામાં તે સરળતાથી મળી આવે છે. આજના સમયમાં તેના વગર જમવાની અલગ અલગ વસ્તુઓ બનાવવાની કલ્પના કરવી મુશ્કેલ છે.
તેના મહત્ત્વની જાણ ત્યારે થાય છે જ્યારે તેમાં કોઇ પ્રકારની ખરાબી આવે છે. જારની બ્લેડ જામી જવી તે મિક્સરમાં થતી એક ખરાબી છે. જાર વગર મિક્સર સાવ નકામું છે. મિક્સરના ઉપયોગ માટે ખૂબ જલ્દી જાર રિપેર કરવો કે કરાવવો ખૂબ જરૂરી છે. ઘણી વખત આ સમસ્યા કોઇ વસ્તુને પીસવા દરમિયાન થાય છે. તેને ઠીક કરવા માટે પહેલા ઘરગથ્થુ ઉપચાર ટ્રાય કરો.
પહેલું કારણ
મિક્સર બ્લેડ ન ફરવાનું સૌથી સામાન્ય કારણ તેનો નીચેનો ભાગ ડેમેજ થયો હોવાનુ છે. તે પાણી સાથે મીઠુ કે અન્ય લિક્વિડ પદાર્થોના સંપર્કમાં આવવાથી થાય છે. તેના કારણે બ્લેડ જામ થઇ જાય છે અને તે ફરી શકતી નથી.
ઉપાય
બ્લેડ જામ થાય ત્યારે તેને હાથથી વિરુદ્ધ દિશામાં ઘુમાવીને જુઓ. જો બ્લેડ્સ ફ્રી થતી નથી. તેમાં નારિયેળ તેલ કે સરસવના તેલના ટીપા નાંખો અને હવે બ્લેડ્સને હાથથી ફેરવો અને જારને લગભગ 10 મિનિટ સુધી એકબાજુ રાખી દો.
ત્યારબાદ તેને મોટર યુનિટ સાથે એટેચ કરો અને ચલાવીને જોવો. જો તે કોઇ ગ્લિચ વગર ફરે છે તો સમજો સમસ્યાનું સમાધાન થઇ ચુક્યુ છે. જો ન થયુ હોય તો પ્રોફેશનલનો સંપર્ક કરો.
બીજુ કારણ
મિક્સર બ્લેડ ન ફરવાનું એક અન્ય સંભવિત કારણ મોટર કપલરનું તુટવુ કે જારની બ્લેડનું વાંકુચુકુ થવુ છે. તેનું કારણ ઓવરલોડિંગ અથવા તો સ્પેરપાર્ટ્સની ખરાબ ક્વોલિટી અથવા તેનું જુનુ થવુ છે.
ઉપાય
જો કપલર કે બ્લેડ ડેમેજ થવાના કારણે મિક્સરનો જાર જામ થઇ જાય તો તેને ઠીક કરવાનો એક માત્ર ઉપાય કપલર કે બ્લેડ્સને બદલવાનો જ હોય છે. આમ તો તમે બજારમાંથી તે પાર્ટ ખરીદીને જાતે સ્ક્રુ ડ્રાઇવરથી ખોલીને બદલી શકો છો અથવા કોઇ પ્રોફેશનલ સાથે ચેન્જ કરાવી શકો છો.
આ પણ વાંચોઃ શા માટે જૂનને ‘પ્રાઈડ મંથ’ તરીકે મનાવવામાં આવે છે? જાણો ઈતિહાસ