જૂનાગઢઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે આજે કેશોદ એરપોર્ટ ખાતે કેશોદથી મુંબઇ વચ્ચે કમર્શિયલ હવાઇ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે બંને મહાનુભાવોના હસ્તે કેશોદ એરપોર્ટ પર હવાઇ સેવાઓ માટેની આધુનિક સેવાઓનુ પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, આત્મનિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા પરિવહન ખાસ કરીને હવાઈ પરિવહનનો વિકાસ અગત્યનો છે. ગુજરાતનો પર્યટન વિકાસ પણ તેના મૂળમાં છે. આ સંકલ્પથી સિદ્ધિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વ્યાપક એર કનેક્ટીવીટી પ્રસ્થાપિત થઇ રહી છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનની દિર્ઘ દ્રષ્ટી હેઠળ ગલોબલ વોર્મિંગની અસરોને ખાળવા કુદરતી સંશાધનોના સમતોલ ઉપયોગ અને સૂર્ય ઉર્જા માટેના પ્રોજેક્ટ આજે આપણને આજની સ્થિતિમાં ઉપયોગી બની રહ્યા છે તેમ જણાવી વડાપ્રધાનની આગવી દ્રષ્ટી હેઠળ દેશ આગળ વધી રહ્યો છે તેમ જણાવ્યુ કહ્યુ હતું.મુખ્યમંત્રીએ કહ્યુ કે, કેશોદમાં વિમાન સેવા શરૂ થતા પ્રવાસનને તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. વધુમાં તેઓએ કહ્યુ કે, આત્મનિર્ભર ગુજરાતથી આત્મનીર્ભર ભારતના સંકલ્પમાં હવાઇ સેવાની કનેક્ટીવીટી ખુબ જ અગત્યની છે. આપણને કેન્દ્ર સરકારનો પુરો સહયોગ મળી રહ્યો છે અને સૌનો સાથ સૌનો વિકાસ તેમજ સૌના વિશ્વાસથી ગુજરાતને વિકાસની વધુ ઉંચાઇએ લઇ જવુ છે.
ગુજરાતનો જમાઈ ખાલી હાથે નથી આવ્યોઃજ્યોતિરાદિત્ય સિંધિયાઃ કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતે ગુજરાતના જમાઇ છે તેમ જણાવી આજે કેશોદને વિશેષ સેવાઓ આપવી છે ત્યાંથી વાતનો પ્રારંભ કરીને કહયું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સામાન્ય માણસને લક્ષમાં રાખીને ‘ઉડે દેશકા આમ આદમી’ અંતર્ગત હવાઇ સેવાઓ શરૂ થઇ રહી છે. કેશોદ એરપોર્ટના આધુનીકરણના ઉદ્ઘાટન પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી કેશોદ એરપોર્ટમાં સેવાઓ બંધ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રૂ.25 કરોડના ખર્ચે ફરી નિર્માણીધીન કરાયું છે. કેન્દ્રીય મંત્રીએ સગૌરવ કહ્યું કે, આજે કેશોદને દેશની સાંસ્કૃતિક, ઔદ્યોગિક રાજધાની એરકનેક્ટીવીટીથી જોડી દીધી છે. કેશોદ-મુંબઇ બાદ હવે આગામી સમયમાં કેશોદને અમદાવાદ સાથે પણ જોડાશે. તેઓએ ગુજરાતને 6 વિમાન સેવાઓની ભેટ આપતા ગુજરાતમાં અને દેશમાં આત્મનિર્ભર ભારત અંતર્ગત વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં ચાલી રહેલ હવાઇ પ્રોજેક્ટની માહિતી આપી ગુજરાતને બે નવા ગ્રીન ફીલ્ડ હવાઇ મથક હિરાસર અને ધોલેરામાં મળશે તેમ જણાવ્યું હતું. ગુજરાતમાં વધુને વધુ આવાગમન સુવિધા મળે એ માટે અમદાવાદથી અમૃતસર, આગ્રા, રાંચી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર થી 27 એપ્રીલથી દિલ્હીની ફ્લાઇટ શરૂ થનાર છે. આમ, ગુજરાતના દરેક વિસ્તારને દેશની આર્થિક રાજધાની સાથે જોડવામાં આવી રહ્યું છે. અંતમાં તેઓએ તેમના પૂર્વજોનો સોમનાથ સાથેનો નાતો અને મહાત્મા ગાંધીને-કેશોદના ઇતિહાસને યાદ કરીને ગુજરાતના અગ્રીમ વિકાસ માટે કેન્દ્ર સરકાર ખાસ કરીને નાગરિક ઉડ્યન મંત્રાલય કટ્ટીબદ્ધ છે તેમ જણાવ્યું હતુ.આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીને અને કેન્દ્રીય મંત્રીશ્રીને નવી શરૂ થઇ રહેલી સેવા અંગે બોર્ડિંગ પાસ અર્પણ કરવામાં આવ્યો હતો. મુંબઈ થી કેશોદ વચ્ચે હાલ પ્રારંભિક તબક્કામાં અઠવાડિયામાં ત્રણ દિવસ સેવાનો લાભ મળશે.
આ પ્રસંગે સાંસદઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ અને કેન્દ્રિય નાગરિક ઉડ્યન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું સોરઠી મહેમાનગતી પરંપરા મુજબ પાઘડી પહેરાવી સન્માન કરાયુ હતું. આ ઉપરાંત કેશોદની સંસ્થાઓ અને બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા સ્વાગત કરાયુ હતું.
આ પ્રસંગે માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં માળખાગત સુવિધાઓ વધી રહી છે. સામાન્ય નાગરિકો પણ ઉડાન સેવાઓનો લાભ લઇ શકે તે માટે સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર સમયની સાથે ચાલે છે. કેશોદની એરકનેક્ટીવીટીનું કામ ઝડપથી થયુ છે. વધુમાં તેઓએ કહ્યું કે, અમરેલીમાં પાયલોટ સ્કુલનું પણ આયોજન થયુ છે. ત્યાં એરક્રાફ્ટનું પણ પણ નિર્માણ થશે. સરકારે તમામ તાલુકામાં હેલીપેડ બને તે માટેની યોજના પણ આગળ વધી રહી છે. અમદાવાદ, સાપુતારા, સોમનાથ, દ્વારકા, જુનાગઢ સહિતના સાત જગ્યા પર હેલીપોર્ટ બનાવવામાં આવશે.મંત્રીએ અંકલેશ્વર, અમરેલી અને માંડવીમાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના ટ્રાન્સપોર્ટેશન માટે એર દ્વારા કારગો પરિવહન સેવા ચાલુ થશે.આગામી મહિનાઓમાં સાબરમતી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પ્લેન અને બીજા તબક્કામાં અમદાવાદથી અંબાજી, સાપુતારા, શેત્રુંજ્ય, ઉકાઇ સહિતના સ્થળે સી પ્લેન માટે તકનીકી અભ્યાસ થઇ રહ્યો છે.આ કાર્યક્રમાં નાગરિક ઉડ્યન મંત્રાલયના સચિવ રાજીવ બંસલે સ્વાગત પ્રવચન કરી વિમાન સેવાઓની માહિતી આપી હતી. સાંસદ રાજેશ ચુડાસમા, સાંસદ રમેશ ધડુક, રાજ્યમંત્રી દેવાભાઇ માલમ, પૂર્વ કેબીનેટ મંત્રીજવાહરભાઇ ચાવડા, ધારાસભ્યબાબુભાઇ બોખીરીયા, મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર, જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારીયા, કલેક્ટર રચિત રાજ, ડીડીઓ મિરાંત પરીખ, એસ.પી.રવિતેજા વાસમસેટ્ટી સહિતના અધિકારીઓ, મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.