નેશનલ ડેસ્કઃ તમિલનાડુના એક વ્યક્તિએ કાર ખરીદવા માટે 10 રૂપિયાના સિક્કાથી 6 લાખ રૂપિયા ભેગા કર્યા છે. અરુરના રહેવાસી વેટ્રિવેલે કહ્યું કે, તેની માતા એક દુકાન ચલાવે છે, તેણે 10ના સિક્કા ન સ્વીકારવાના ઘણા કિસ્સાઓ જોયા છે. ત્યારે ગ્રાહકોએ 10 રૂપિયાના સિક્કા સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે વેટ્રિવેલના ઘરે 10ના સિક્કાનો ઢગલો થઈ ગયો હતો.
અન્ય એક ઘટના શેર કરતા તેણે ઉમેર્યું કે, ‘આ વિસ્તારમાં બાળકોને 10 રૂપિયાના સિક્કા સાથે રમતા જોયા છે, જાણે કે તે નકામા હોય. એટલા માટે તેણે માત્ર 10 રૂપિયાના સિક્કાવાળી કાર ખરીદીને જાગૃતિ લાવવાનું નક્કી કર્યું છે.’
વેટ્રીવેલે ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘મારી માતા એક દુકાન ચલાવે છે અને લોકો 10 રૂપિયાના સિક્કા સ્વીકારવા માંગતા ન હોવાથી ઘરમાં જ પડી રહ્યા હતા. સિક્કા સ્વીકારવા કોઈ તૈયાર નથી. બેંકોમાં પણ અધિકારીઓ તેનો ઉપયોગ કરવામાં ખચકાય છે. તેઓ દાવો કરે છે કે, તેમની પાસે સિક્કા ગણવા માટે સંખ્યા નથી!’
તેઓ કહે છે કે, ‘જ્યારે આરબીઆઈએ કહ્યું નથી કે સિક્કા નકામા છે, તો બેંકો તેને કેમ સ્વીકારતી નથી? અમે ફરિયાદ કરીએ તો પણ કોઈ પગલાં લેવાતા નથી.’