બનાસકાંઠા: બોરુ ગામમાં રાજ્યપાલ નો કાર્યક્રમ નિહાળવા જનારી આંગણવાડી કાર્યકરની અટકાયત
પાલનપુર: છેલ્લા બે દિવસથી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના બોર્ડર વિસ્તારના ગામડાઓની મુલાકાતે આવેલા છે. જ્યાં તેઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળીને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરવા માટે સંવાદ કરી રહ્યા છે. પરંતુ રાજ્યપાલના કાર્યક્રમના બીજા દિવસે બોરું ગામમાં કાર્યક્રમ નિહાળવા આવેલા ડુંગરા ગામના આંગણવાડી કાર્યકર રમીલાબેન મકવાણાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
બનાસકાંઠા: રાજ્યપાલ નો કાર્યક્રમ નિહાળવા જનારી આંગણવાડી કાર્યકરની અટકાયત#Banaskantha #AcharyaDevvrat #viralvideo #viralreels #palanpurupdates #gujaratupdates #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/L5KuiLpAIN
— Hum Dekhenge News (@humdekhengenews) May 31, 2023
અટકાયત ના સમાચાર મળતા અન્ય આંગણવાડી કાર્યકરો ધરણાં ઉપર બેસી ગયા
પોલીસે કરેલી અટકાયતના સમાચાર તાલુકાના આંગણવાડી કાર્યકરોમાં ફેલાતા જ અન્ય આંગણવાડી કાર્યકરો સુઈગામ પોલીસ મથક તરફ દોડી ગયા હતા. જોકે આ કાર્યકરની કયા કારણોસર અટકાયત કરવામાં આવી છે. તેનું કોઈ કારણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું ન હોવાનો આંગણવાડીના કાર્યકરો કહી રહ્યા છે. જેથી આંગણવાડીના અન્ય કારકરો પણ પોલીસ મથક આગળ ધારણાઓ પર બેસી ગયા હતા. અને આ રીતે આંગણવાડી કાર્યકરને અટકાયત કરાતા રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા. આમ રાજ્યપાલના કાર્યક્રમને નિહાળવા આવેલા આંગણવાડી કાર્યકરને કોઈ કારણસર જણાવ્યા વગર જ સુઈગામ પોલીસ મથકમાં લવાતા લોકોને પણ અચરજ થઈ રહ્યું છે.
આ પણ વાંચો :અરવલ્લી: 31 મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ: મોડાસામાં ઠેર ઠેર જાગૃતિ ઝુંબેશ