ટોપ ન્યૂઝવર્લ્ડ

અમેરિકામાં ફરી ફાયરિંગ, વોશિંગ્ટન ડીસીમાં એક મ્યુઝિક કોન્સર્ટમાં ગોળીબારીથી એક બાળકનું મોત, પોલીસકર્મી સહિત 3 ઘાયલ

Text To Speech

અમેરિકામાં ફરીથી એકવાર ફાયરિંગની ઘટના ઘટી છે. વોશિંગ્ટન ડીસીમાં એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન ફાયરિંગ થયું હોવાના સમાચાર મળી રહ્યાં છે. અમેરિકી મીડિયાના રિપોર્ટ્સ મુજબ આ ફાયરિંગમાં એક બાળકનું મોત થયું છે. જ્યારે અન્ય 2 લોકો સહિત એક પોલીસ અધિકારી ઘાયલ થયા છે. મહત્વપૂર્ણ છે કે વોશિંગ્ટન ડીસીમાં આ ફાયરિંગની ઘટના જ્યાં ઘટી ત્યાંથી વ્હાઈટ હાઉસ 2 માઈલ દૂર છે.

ફોક્સ ન્યૂઝના રિપોર્ટ મુજબ વોશિંગ્ટન ડીસીમાં મોએચેલાના શુટિંગ દરમિયાન આ ઘટના ઘટી હતી.

મેટ્રોલપોલિટન પોલીસ વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું કે 14મી અને યુ સ્ટ્રીટ પર ફાયરિંગ દરમિયાન એક પોલીસ અધિકારી સહિત અનેક લોકોને ગોળી મારવામાં આવી. વોશિંગ્ટન ડીસીમાં ઘટેલી ફાયરિંગની ઘટના બાદ મેટ્રોપોલિટન પોલીસ કાર્યવાહીમાં લાગી છે અને ફાયરિંગ કરનારા શખ્સની શોધ કરી રહી છે. જો કે  હજુ સુધી આ ફાયરિંગ કર્યું કોણે તે જાણવા મળ્યું નથી.

ફોક્સ ન્યૂઝના રિપોર્ટ મુજબ વોશિંગ્ટન ડીસીમાં મોએચેલાના શુટિંગ દરમિયાન આ ઘટના ઘટી હતી. મોએચેલા વોશિંગ્ટન ડીસીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપનારા મહોત્સવ તરીકે ઓળખાય છે.

મેટ્રોલપોલિટન પોલીસ વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું કે 14મી અને યુ સ્ટ્રીટ પર ફાયરિંગ દરમિયાન એક પોલીસ અધિકારી સહિત અનેક લોકોને ગોળી મારવામાં આવી.
Back to top button