મનોરંજન

‘ખતરો કે ખિલાડી 13’ના શૂટિંગ દરમિયાન અરિજિત તનેજાને થઈ ઈજા

Text To Speech

રોહિત શેટ્ટીનો સૌથી લોકપ્રિય શો ‘ખતરો કે ખિલાડી 13’ હાલમાં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં શૂટ થઈ રહ્યો છે. આ રિયાલિટી શોમાં ભાગ લેનારા સ્પર્ધકો તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર સતત તસવીરો અને વીડિયો શેર કરી રહ્યાં છે અને તેમના ડિજિટલ પરિવારને દરેક અપડેટ આપી રહ્યાં છે.ખતરો કે ખિલાડી 13’નું શૂટિંગ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં ચાલુ છે. આ દરમિયાન સ્પર્ધક અરિજિત ટાસ્ક કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો.

આ પણ વાંચો : સેલ્ફી લેવા આવેલા ફેનને કરીના કપૂરે કરી નજર અંદાજ, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

પોતાની તસવીરો શેર કરીને તેણે ફેન્સને પોતાની હાલત પણ જણાવી છે.તેના ડેશિંગ વ્યક્તિત્વ માટે પ્રખ્યાત અરિજિત તનેજા રોહિત શેટ્ટીના શો ‘ખતરોં કે ખિલાડી 13’ ના સ્પર્ધક પણ છે. એવું લાગે છે કે સ્ટંટના શૂટિંગ દરમિયાન અભિનેતાને ઈજા થઈ હતી. પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ તસવીર શેર કરી.

આ પણ વાંચો : સાક્ષી મર્ડર કેસ પર ગુસ્સે થયા સોનુ સૂદ, જાણો શું કહ્યું અભિનેતાએ

Back to top button