ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં ફરી એકવાર PGVCL દ્વારા વિવિધ વિસ્તારમાં વીજ ચેકિંગ ઝૂંબેશ હાથ ધરાઈ

Text To Speech

રાજકોટઃ શહેરમાં એક સપ્તાહ બાદ આજે ફરી PGVCL દ્વારા વીજ ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા સીટી સર્કલ 1 ડિવિઝન હેઠળ આવતા આજી 1 અને આજી 2 સબ ડિવઝન વિસ્તારમાં અલગ અલગ 48 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાછલા સપ્તાહે રાજકોટ ગ્રામ્ય અને તેના આગલા સપ્તાહ દરમિયાન શહેર વિસ્તારમાં ચેકીંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં પણ દોઢ કરોડથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.

રાજકોટ ગ્રામ્ય વિસ્તાર બાદ આજે ફરી શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પાછલા સપ્તાહે જસદણ, વિંછીયા, ગોંડલ, લોધિકા, પડધરી, કુવાડવા અને પારડી વિસ્તાર બાદ આજે રાજકોટ શહેરમાં આજી 1 અને 2 સબડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી અલગ અલગ 48 ટીમો દ્વારા ભગવતીપરા, જયપ્રકાશ નગર, ચુનારાવાડ, દૂધસાગર રોડ અને ગંજીવાડ વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં 11 KVના 4 ફીડરો આવરી લેવામાં આવ્યા છે.

પાછલા સપ્તાહ દરમિયાન રાજકોટ ગ્રામ્ય અને તેના આગલા સપ્તાહ દરમિયાન શહેર વિસ્તારમાં ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં પણ દોઢ કરોડથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગ દરમિયાન 14 જૂનનાં રોજ રાજકોટ ગ્રામ્ય વર્તુળના જસદણ ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જેમાં આટકોટ અને વિંછીયામાં કુલ 30 ટિમો દ્વારા 668 કનેક્શન ચેક કરી 95 કનેક્શનમાં 21.50 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે 15 જૂનના રોજ ગોંડલ ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જેમાં 41 ટીમો દ્વારા 797 કનેક્શન ચેક કરી 84 કનેક્શનમાં 44.15 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.ો

Back to top button