આંતર રાષ્ટ્રીય સ્તરે ક્રુડતેલમાં લાંબા વખતથી મંદી પ્રવર્તતી હોવા છતા ઘરઆંગણે એકાદ વર્ષથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ રાહત આપવામાં આવતી નથી ત્યારે ખાનગી પેટ્રોલીયમ કંપનીઓએ ભાવ ઘટાડો કરી દીધો છે. સરકારી કંપનીઓ કરતા પેટ્રોલ-ડીઝલ એક એક રૂપિયો સસ્તા ભાવે વેચવા લાગી છે તેને પગલે સરકારી કંપનીઓના પેટ્રોલ પંપ વિક્રેતાઓમાં ઘુંઘવાટ ઉભો થયો છે. ઈંધણમાં ભાવ ઘટાડો કરવા માટે સરકારી પેટ્રોલીયમ કંપનીઓને રજુઆત કરવામાં આવી છે.
ખાનગી કંપનીઓએ ભાવ ઘટાડવાની કરી પહેલ:
ભારતમાં છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ બદલાવ થયો નથી. દૈનિક ભાવ બદલાવની ફોર્મ્યુલા અમલી હોવા છતાં સરકારી આદેશથી કંપનીઓના હાથ બંધાઈ ગયાની હાલત છે. વિશ્વ સ્તરે ક્રુડતેલના ભાવ ઘટી ગયા હોવા છતા ભાવ ઘટાડો જાહેર નહીં કરાતા લોકોમાં કચવાટ હોવા છતા તેલ કંપનીઓ કે સરકારને કોઈ અસર ન હોવાની હાલત હતી ત્યારે હવે ખાનગી કંપનીઓએ ભાવ ઘટાડાની પહેલ કરી છે.
આ પણ વાંચો : ગુલાબી સાડી પહેરી, સારાએ મહાકાલેશ્વર મંદિરની પરંપરા નિભાવી. મહાકાલના લીધા આશીર્વાદ
રીલાયન્સ,નાયરા જેવી કંપનીઓ જો ભાવમાં રાહત આપી શકે તો સરકારી કંપનીઓ કેમ નહી?
પેટ્રોલ પંપ વિક્રેતાઓએ કહ્યું કે રીલાયન્સ તથા નાયરા જેવી કંપનીઓએ કેટલાંક દિવસોથી ભાવ ઘટાડયા છે અને સરકારી કંપનીઓ કરતા પેટ્રોલ-ડીઝલ એક એક રૂપિયો નીચા ભાવે વેચવા લાગી છે. નાયરા માર્જીનના પ્રવકતાએ એમ કહ્યું કે જુન મહિના સુધી એક રૂપિયાનું ડીસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ભારતમાં 86925 પેટ્રોલ પંપોમાંથી નાયરાનો હિસ્સો સાત ટકા છે. ગુજરાત સહીત દસ રાજયોમાં સરકારી કંપનીઓ કરતા એક રૂપિયા નીચા ભાવે વેચાણ કરવાનું જાહેર કર્યું છે.
જો પેટ્રોલ-ડીઝલના ભાવ નહી ઘટે તો પેટ્રોલ પંપ વિક્રેતાઓ દ્વારા આંદોલનની ચીમકી:
આ પૂર્વે રીલાયન્સ દ્વારા પણ ડીઝલ એક રૂપિયા સસ્તા ભાવે વેચવાનું શરૂ કરવામાં આવ્યું હતું. રીલાયન્સ માત્ર ડિઝલ સસ્તુ વેચે છે. જયારે નાયરાએ ડીઝલ ઉપરાંત પેટ્રોલ પણ સસ્તુ વેચવાનું શરૂ કર્યું છે. સરકારી કંપનીનાં પેટ્રોલપંપ સંચાલકે કહ્યું કે ખાનગી કંપનીઓએ પેટ્રોલ-ડીઝલ સસ્તા ભાવે વેચવાનું શરૂ કરતા સરકારી કંપનીઓનાં વિક્રેતાઓમાં પણ તીવ્ર પ્રત્યાઘાતો પડયા હતા અને પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડો કરવા માટે તેલ કંપનીઓ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. છતા જો પેટ્રોલ ડીઝલમાં કોઈ રાહત આપવામાં નથી આવે તો સરકારી કંપનીઓના પેટ્રોલ પંપ વિક્રેતાઓએ આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.
આ પણ વાંચો : સિંગતેલ અને કપાસિયા તેલ થયું સસ્તું, નવો ભાવ વાંચીને ડબ્બો લેવા દોડશો !