અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદીઓ માટે AMCની સ્પેશિયલ સ્કીમ, 2 હજારની નોટ વડે ભરી શકાશે એડવાન્સ ટેક્સ

Text To Speech

RBIએ બે હજારની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરતા ઘણા લોકો 2 હજારની નોટો બદલાવવા માટે બેંકોમાં નોટ બદલવા માટે પડાપડી કરવા લાગ્યા છે. લોકો કોઈને કોઈ રીતે 2 હજારની નોટો બદલવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ AMC દ્વારા અમદાવાદીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે 2 હજારની નોટથી એડવાન્સ ટેક્ષ ભરી શકાશે.

AMCનો મહત્વનો નિર્ણય

અમદાવાદના નાગરિકો માટે AMCદ્વારા મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે 30-9-2023 સુધી 2 હજારની નોટથી એડવાન્સ ટેક્ષ ભરી શકાશે. AMCની રેવન્યુ કમિટીની બેઠકમાં અમદાવાદીઓના હિતમાં આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી 2 હજાર રૂપિયાના નોટ ધારકોને ફાયદો થશે. લોકો એડવાન્સ ટેક્ષ ભરવામાં આ નોટનો ઉપયોગ કરી શકશે જેથી તેમને બેંકનો ધક્કો નહી ખાવો પડે.

2000 rupee notes

6 ટેલિફોન કંપનીઓને નોટિસ

એડવાન્સ ટેક્સ ભરનારાઓ માટે આ નિર્ણય લેવાની સાથે જે લોકો ટેક્સ નથી ભરતા તેની સામે AMCએ લાલ આંખ કરી છે. અને તેઓને નોટીસ પાઠવી છે. AMCએ વોડાફોન, આઈડિયા, રિલાયન્સ સહિત 6 કંપનીઓને નોટિસ પાઠવી છે. તેમને જણાવી દઈએ કે, આ 6 કંપનીઓનો રૂ. 2.21 કરોડનો ટેક્ષ ભરવાનો બાકી છે. જેથી AMCએ નોટીસ પાઠવી જણાવ્યું છે કે આ ટેલિફોન કંપનીઓ ટેક્સ નહી ભરે તો તેમને આરઓ પરમિટ નહી આપવામાં આવે. તેમજ AMC દ્વારા આગામી દિવસોમાં હોટલ, હોસ્પિટલ સહિતના સેક્ટરમાં પણ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે. તેમજ ટેક્ષ વસુલવામાં તમામ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામા આવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાત બોર્ડનું ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર, છોકરા કરતાં છોકરીઓએ મારી બાજી

Back to top button