વર્લ્ડ
ન્યુઝીલેન્ડમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, ઈમારતોને સામાન્ય નુકશાન
HD ન્યુઝ ડેસ્કઃ ન્યુઝીલેન્ડના દક્ષિણ કિનારે સ્થિત ઓકલેન્ડ ટાપુઓ નજીક બુધવારે (31 મે) ના રોજ 6.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ન્યુઝીલેન્ડની જિયોનેટ મોનિટરિંગ એજન્સી અનુસાર, ધરતીકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 33 કિમી (21 માઇલ) નીચે હતું. જો કે, કોઈ તાત્કાલિક સુનામી ચેતવણી જારી કરવામાં આવી નથી અને કોઈ નુકસાનના અહેવાલો નથી.
ઈન્વરકાર્ગિલની સિટી કાઉન્સિલના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સામાન્ય નુકશાન થયું છે.
આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ : કોઈ જાનહાનિ નહીં