ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : જિલ્લામાં ભારે પવનના કારણે થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની માગ

Text To Speech
  • ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ CMને પત્ર લખ્યો

પાલનપુર : ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લા ત્રણ દિવસથી વરસાદે તારાજી સર્જી છે. જેમાં જિલ્લામાં 28 મે ના રાત્રે પવન અને વરસાદ કારણે જિલ્લાના મોટા પાયે નુકસાન પહોચાડ્યું છે. ત્યારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી સત્વરે નુકસાનનો સર્વે કરાવી તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવા રજુઆત કરી છે.

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી હતી કે, વાવાઝોડાની અસર વચ્ચે મારા મત વિસ્તાર અને સમગ્ર ગુજરાતમાં ગત તા.28 મે’23 ના રોજ વાવાઝોડા સાથે વરસાદ વરસતા જેને લઈને ખેડૂતોમાં હતાશા વ્યાપી ગઈ છે અને ભારે પવન સાથે ગાજવીજ વરસાદ પડતાં ખેડૂતોના ઊભા પાક તથા લણણી કરેલ પાકને ખૂબ જ મોટી માત્રામાં નુકશાન તથા પશુપાલકોના ગાયો,ભેસોના તબેલાઓને ખૂબ જ મોટી માત્રામાં નુકશાન થયેલ છે.

ઉપરાંત ઉનાળાની સિઝનમાં થયેલ પાક નિષ્ફળ જવાની સ્થિતિ ઉદ્ભવી છે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ના કારણે મકાન અને ઝુંપડાઓને વ્યાપક પ્રમાણનું નુકશાન થયેલ છે આ તમામ અસરગ્રસ્તોને વહેલી તકે તેમના થયેલ નુકશાનનું સત્વરે સર્વે કરાવી તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવા માટે આપને મારા અંગત પત્ર મારફતે ભલામણ છે. જેવો પત્ર ગુજરાત મુખ્યમંત્રી ને લખી રજુઆત કરી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં આરોગ્ય કર્મચારીઓએ વ્યસન મુક્તિના લીધા શપથ

Back to top button