સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરતા 3 વિદ્યાર્થીઓ આજીવન સસ્પેન્ડ


- જામનગરની સ્વામિનારાયણ કોલેજમાં થતી હતી ચોરી
- ખુલ્લેઆમ ચોરી કરતા હતા બી.કોમના ત્રણ વિદ્યાર્થીઓ
- પરીક્ષામાં ચોરી કરતો વિડીયો થયો હતો વાયરલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જામનગરમાં આવેલી સ્વામિનારાયણ કોલેજમાં અગાઉ પરીક્ષા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને અલગ ક્લાસમાં બેસાડી ખુલ્લેઆમ ચોરી કરાવવવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો જે બાદ દેકારો મચી જતા સત્તાધીશોએ તપાસના આદેશ આપ્યા હતા. દરમિયાન આ પ્રકરણમાં આખરે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આજે આ ત્રણેયને આજીવન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
શું હતી આખી ઘટના ?
મળતી માહિતી મુજબ, જામનગર નજીક ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલ નાઘેડી ગામની સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંસ્થા વધુ એક વખત વિવાદમાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શહેરની જુદી જુદી કોલેજોમાં પરીક્ષાઓ ચાલી રહી હતી ત્યારે નાઘેડીની આ સંસ્થામાં કોલેજના એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી હતી. જેમાં ગત તા.4ના રોજ એક સાથે ત્રણ વિદ્યાર્થીઓ પરીક્ષાખંડની બહાર એટલે કે અન્ય રૂમમાં ગાઈડમાંથી પેપર લખતા આબાદ પકડાઈ ગયા હતા.
ત્રણેય સામે નોંધાયો હતો કોપીકેસ
જેને લઇને કોલેજો સત્તાધીશોએ તાત્કાલિક ત્રણેય વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કર્યો હતો. જે દરમિયાન આજે આ ત્રણેય સહિતના વિદ્યાર્થીઓનું હિયરિંગ હતું. જેમાં ખુલ્લેઆમ ચોરી કરતા બી.કોમના ત્રણેય વિદ્યાર્થીઓને આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. દરમિયાન કોપીકેસના અન્ય કિસ્સામાં પકડાયેલા વધુ 56 વિદ્યાર્થીઓને પણ સજા આપવામાં આવી છે.