ગુજરાત

કૃષિ મંત્રી દ્વારા ચાલુ કરાયેલી સરકારી સહાય યોજના ટુંક સમયમાં જ બંધ કરાઈ

Text To Speech

ગુજરાત સરકાર ખેડૂતો માટે સંવેદનશીલ છે તેવુ કહે છે. પરંતુ અહી હકીકત કંઈક અલગ જ છે. ગુજરાતમાં ખેડૂતોની વિવિધ સમસ્યાઓની પોકાર ઉઠતી રહે છે. તાજેતરમાં જ રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે એક સાથે 26 યોજના બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ યોજનાઓ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયે જાહેર કરાઈ હતી. પરંતુ આ 26 યોજના બંધ કર્યા બાદ વધુ એક ખેડૂતો માટેની યોજના બંધ કરાઈ છે.

કૃષિ મંત્રી દ્વારા જ ચાલુ કરાઈ હતી યોજના:

થોડા સમય પહેલા રાજ્ય સરકાર ખેડૂતોને કૃષિ નિપજમાં ઉપયોગી થાય તે માટે ડ્રમ તેમજ બે ટોકર-ટબ ખરીદવા માટે રૂ. 2 હજારની સહાય ચૂકવશે તેવી કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી હતી. ત્યારે થોડા સમયમાં જ આ યોજનાને બંદ કરવાનો નિર્ણય કર્યો છે. એક પછી એક ખેડૂતોની યોજના બંધ રહ્યાં છે, કૃષિ વિભાગે ખેડૂતોને ઉપયોગી એવા ડ્રમ-ટોકરની યોજનાને બંધ કરી છે.

શું હતી યોજના?

વર્ષ 2021 માં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનામાં ડ્રમની ખરીદી કરતી વખતે ખેડૂતે જીએસટી સહિતનું બિલ લાવવાનું રહેશે અને ડ્રમ અને ટોકર-ટબ પર CIPET અને HDPEનો માર્કો હોવો ફરજિયાત છે. રાજય સરકાર દ્વારા ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે HDPE (High Density Poly Ethylene) માર્કવાળા 200 લિટરની ક્ષમતાનું પ્લાસ્ટિકના ઢાંકણવાળું ડ્રમ તેમજ 10 લિટરની ક્ષમતાવાળા બે ટોકર-ટબની કિટ ખરીદીની યોજના પર મહતમ રૂ. 2000ની સહાય ચુકવાતી હતી.

વિવાદ સર્જાતા બંદ થઈ યોજના:

વર્ષ 2022 માં આખા રાજ્યામંથી 24 લાખ ખેડૂતોએ આ યોજના માટે અરજી કરી હતી. બાદમાં આ યોજનામાં વિવાદ પણ સર્જાયો હતો. યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાની પણ વાતો સામે આવી હતી. આખરે આખેઆખી યોજનાનું પાટિયુ પડી ગયું છે. જોકે, આ યોજના કેમ બંધ કરવામા આવી તેની કોઈ સત્તાવાર જાહેરાત કે કારણે કૃષિ વિભાગ દ્વારા આપવામાં આવ્યું નથી. આ યોજના માટે બજેટમાં સરકારે 58 કરોડ રૂપિયા પણ ફાળવ્યા હતા.

આ પણ વાંચો : તમારી આસપાસ કોઈને આ લક્ષણો દેખાય તો સમજો હાર્ટ એટેક, તરત કરો આ કામ

Back to top button