ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

શું વાત છે, નિર્દોષ ફળ ગણાતુ પપૈયુ પણ હેલ્થને નુકશાન કરી શકે?

  • પપૈયુ દરેક રોગમાં ખાવાની સલાહ અપાતી હોય છે
  • પપૈયામાં અઢળક વિટામીન્સ અને મિનરલ્સ હોય છે
  • ગર્ભવતી મહિલાઓએ પપૈયુ ન ખાવુ જોઇએ

વેઇટ લોસ કરવાનું વિચારચા હો કે ડાયાબિટીસ કન્ટ્રોલ કરવાનું. હંમેશા પપૈયુ ખાવાની સલાહ આપવામાં આવે છે. કોઇ પણ રોગના દર્દીને પપૈયુ ખાવાનું કહેવાય છે. પપૈયુ એક નિર્દોષ ફ્રુટ તરીકે જાણીતુ છે કેમકે તેમાં શુગરનું પ્રમાણ પણ નહીંવત હોય છે અને તે ફાઇબરથી ભરપુર હોય છે.

આરોગ્ય માટે વરદાન ગણાતા પપૈયામાં વિટામીન એ, વિટામીન સી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેડ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, ફાઇબર, નિયાસિન, મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્વો મળી આવે છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. તે કેન્સરના જીવલેણ રોગના જોખમને ઘટાડે છે. આરોગ્ય માટે આટલુ ફાયદાકારક હોવા છતા કેટલાક લોકોએ પપૈયુ ન ખાવુ જોઇએ. તો જાણો કોણે પપૈયાથી દુર રહેવુ જોઇએ.

શું વાત છે, નિર્દોષ ફળ ગણાતુ પપૈયુ પણ હેલ્થને નુકશાન કરી શકે? hum dekhenge news

ગર્ભવતી મહિલાઓ

મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન પપૈયાનું સેવન ન કરવુ જોઇએ. પપૈયામાં રહેલા લેટેક્સ ગર્ભાશયના સંકુચનનું કારણ બની શકે છે. તેના કારણે ગર્ભપાત, પ્રસવ દર્દ, શિશુમાં અનેક સમસ્યા થઇ શકે છે.

હાઇપોગ્લાઇસીમિયા રોગી

ડાયાબિટીસના દર્દીઓ માટે પપૈયુ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જે લોકોનું સુગર લેવલ પહેલેથી જ ઓછુ છે અને જે હાઇપોગ્લાઇસીમિયાની સમસ્યાથી પીડાય છે, એવા લોકોએ પપૈયાનું સેવન ડોક્ટરને પુછ્યા વગર ન કરવુ જોઇએ. તે ગ્લુકોઝના સ્તરને ઘટાડે છે.

કિડનીમાં પથરી

પપૈયામાં વિટામીન સી વધુ હોવાના કારણે કે એક એન્ટીઓક્સિડન્ટ રિચ ફ્રુટ છે. જો તમે પપૈયાનું સેવન વધુ માત્રામાં કરતા હો તો કિડનીમાં રહેલી પથરીની સમસ્યા વધી શકે છે. પપૈયાના વધુ સેવનથી કેલ્શિયમ ઓક્સલેટની સ્થિતિ ઉત્પન થઇને વ્યક્તિની કિડનીમાં સ્ટોન મોટો થઇ શકે છે.

શું વાત છે, નિર્દોષ ફળ ગણાતુ પપૈયુ પણ હેલ્થને નુકશાન કરી શકે? hum dekhenge news

દવા સાથે ન ખાવુ

પપૈયુ કેટલીક ખાસ દવાઓ સાથે ન લેવુ જોઇએ. પપૈયામાં રહેલા કેટલાક તત્વો શરીરમાં પ્રતિક્રિયા કરીને લોહીને પાતળુ કરી શકે છે. આ કારણે શરીરમાં બ્લીડિંગની સમસ્યા ઉભી થઇ શકે છે. આવા સંજોગોમાં પપૈયુ દવા સાથે ન લેવુ જોઇએ.

અનિયંત્રિત હાર્ટબીટ

પપૈયામાં સાઇનોજેનિક ગ્લાઇકોસાઇડ હોય છે, જે એક પ્રકારનું એમિનો એસિડ છે. તે તમારા પાચનતંત્રમાં હાઇડ્રોજન સાઇનાઇડનું ઉત્પાદન કરે છે. જે સામાન્ય રીતે આરોગ્યને નુકશાન કરી શકે છે. જો તમને ઇરેગ્યુલર હાર્ટબીટની સમસ્યા છે તો તે તમારા માટે ખતરો ઉભો કરી શકે છે.

આ પણ વાંચોઃ સાવધાનઃ ક્યાંક તમારુ બાળક મોબાઈલનું વ્યસની તો નથી થઈ ગયું ને?

Back to top button