ગુજરાતટોપ ન્યૂઝ

BJPએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ, આ રાષ્ટ્રીય નેતાઓને સોંપાઇ ગુજરાતની જવાબદારી

  • કેન્દ્રીય મંત્રી ભગવત કરાડને ગુજરાતની જવાબદારી સોંપાઇ
  • મહારાષ્ટ્રના પૂર્વ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલને પણ જવાબદારી સોંપાઇ
  • સુધીર ગુપ્તા, શ્યામ ઝાઝુને ગુજરાતીની જવાબદારી સોંપાઇ

ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. જેમાં રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપાઇ છે. તેમાં અન્ય રાજ્યોના 8 નેતાઓને જવાબદારી સોંપાઇ છે. કેન્દ્રીય મંત્રી ભગવત કરાડને ગુજરાતની જવાબદારી સોંપાઇ છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, નારાયણ રાણેને જવાબદારી સોંપાઇ

પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, નારાયણ રાણેને જવાબદારી સોંપાઇ છે. તેમજ સુધીર ગુપ્તા, શ્યામ ઝાઝુને ગુજરાતીની જવાબદારી સોંપાઇ છે. તેમજ મહારાષ્ટ્રના પૂર્વ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલને પણ જવાબદારી સોંપાઇ છે. જેમાં ગુજરાતના પાંચ નેતાને લોકસભા ચૂંટણીની જવાબદારી આપવામાં આવી છે. જેમાં વાઘાણી, વિનોદ ચાવડા અને ભારતીબહેનને પણ કામે જોતર્યા છે. લોકસભા ચૂંટણી 2024ને આડે માંડ એક વર્ષથી પણ ઓછો સમય રહ્યો છે. ભાજપ હાઈકમાન્ડે આ ચૂંટણીમાં દેશભરમાંથી 300 નેતાઓને લોકસભા બેઠકોની જવાબદારી સોંપી છે. જેમાં ગુજરાતમાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્હીની ત્રણ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ એમ બે રાજ્યની કુલ પાંચ લોકસભા બેઠકોની જવાબદારી આપી છે.

300થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાતમાંથી રૂપાણી અને પટેલ ઉપરાંત પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભાવનગરના સાંસદ ભારતીબહેન શિયાળને પણ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કામ સોંપ્યુ છે. સોમવાર અમદાવાદ આવેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને ચૂંટણીના લક્ષ્યાંક અંગે પુછાયુ ત્યારે તેમણે 300થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.

બે સપ્તાહ પૂર્વે જે.પી.નડ્ડાએ દેશભરમાંથી 300 નેતાઓ સાથે ચૂંટણીની રણનીતિને અમલમાં મુકવા વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. જેના આધારે પંજાબ ભાજપના પ્રભારી વિજય રૂપાણીને દિલ્હીમાં ચાંદની ચોક, દિલ્હી નોર્થ-વેસ્ટ અને દિલ્હી સેન્ટ્રલ એમ ત્રણ બેઠકોની જવાબદારી સોંપાઈ હતી. જ્યારે નીતિન પટેલને ઉત્તરાખંડમાં ટેહરી ગઢવાલ, હરિદ્વાર, ગઢવાલ અને ઉત્તરપ્રદેશમાં મુઝફરનગર અને કૈરાના એમ કુલ પાંચ લોકસભા મતક્ષેત્રોની જવાબદારી સોંપાઈ છે. તદ્ઉપરાંત ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય મંત્રીઓને પણ કામ સોંપાયુ છે.

Back to top button