દિલ્હીમાં ગઈ કાલે એક સગીરાની સરાજાહેર હત્યા કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. દેશની રાજધાનીમાં એક યુવકે જાહેરમાં સગીરાની હત્યા કરી દેતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દેશના દિગ્ગજ નેતાઓ તેમજ દિગ્ગજ માણસો પોતાનું નિવેદન આપી રહ્યા છે. અને આ ઘટનાને વખોડી રહ્યા છે. ત્યારે બાગેશ્વરધામના ધીરેન્દ્રશાસ્ત્રીએ પણ આ અંગે નિવેદન આપ્યું છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે, ‘કોઈ ભાઈનું લોહી કેવી રીતે ના ઉકળે?’
સાક્ષી હત્યાકાંડ પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ આક્રોશ વ્યક્ત કર્યો
દિલ્હીમાં ઘટેલી સાક્ષી મર્ડર કેસને લઇને દેશભરમા ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. દિલ્હીમાં ગઈકાલે સોમવારે 16 વર્ષની બાળકીની તેના જ પ્રેમી દ્વારા જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી દેવામા આવી છે. વાસ્તવમાં દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં,સાહિલ નામના છોકરાએ તેની 16 વર્ષની ગર્લફ્રેન્ડની નિર્દયતાથી હત્યા કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામા ખુબ વાયરલ થઈ રહ્યોછે. જે જોઈને ભલ ભલા માણસનું કાળજું કંપી જાય ત્યારે આ ઘટના અંગે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે,‘કોઈ ભાઈનું લોહી કેવી રીતે ના ઉકળે?’
View this post on Instagram
જાણો બાબા બાગેશ્વરે શું કહ્યું ?
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, ‘મને હમણાં જ આ બાબતના સમાચાર મળ્યા છે. , સાક્ષીની હત્યાથી હું ખૂબ જ દુઃખી છું. આ જોઈને જેનું લોહી ના ઉકળે તે તો મરી ચૂક્યો છે. બાગેશ્વર બાબાએ કહ્યું કે, લોકો અમને કટ્ટરવાદી કહે છે. લોકો અમને કહે છે કે, અમે વિવાદાસ્પદ વાતો કરીએ છીએ, તોફાનીઓની જેમ વાત કરીએ છીએ. પરંતુ જ્યારે આપણે આપણી બહેનની આ હાલત જોઈએ છીએ ત્યારે આ દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો ભાઈ હશે જેનું લોહી ઉકળે નહીં. અને આને જોઈને જેનું લોહી ન ઉકળે તે જીવતા જીવ મરી ચૂક્યા છે.
આ પણ વાંચો : ગાંધીનગરમાં મીની વાવાઝોડાની અસર, ભારે પવનથી વિધાનસભાના ગુંબજનું પતરું ઉડ્યું