IPL-2023ટ્રેન્ડિંગસ્પોર્ટસ

IPL 2023: ગુજરાતીએ હરાવ્યું ગુજરાતને, રવીન્દ્ર જાડેજાએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, CSK Win

Text To Speech

ચેન્નઈ સુપર કિંગ્સે (29મે) IPL 2023નો ખિતાબ જીતી લીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક ફાઇનલમાં ચેન્નઇ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. વરસાદના વિઘ્ન બાદ ચેન્નઈની બેટિંગ મોડી શરુ થઈ હતી. ત્યાર બાદ મેચનો ટાર્ગેટ 171 અને 20 ઓવરની બદલે 15 ઓવરની કરાઈ હતી.

CSKને છેલ્લા બે બોલમાં 10 રનની જરૂર હતી. રવીન્દ્ર જાડેજાએ પાંચમા બોલ પર છગ્ગો અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને CSKને પાંચમી વખત IPL ચેમ્પિયન બનાવ્યું. આ સાથે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ IPL ટાઇટલ જીતવાના મામલે રોહિતની બરાબરી કરી લીધી છે. મહત્વનું છે કે ગુજરાતના મોહિત શર્માએ અંતિમ ઓવર ધારદાર કરી હતી. આ મેચ અંતિમ બોલ સુધી ખેંચાઈ હતી.

csk-3-hdnews

રોહિતે તેની કેપ્ટનશિપમાં પાંચ વખત મુંબઈને વિજેતા બનાવ્યું છે. હવે ધોનીએ પણ ચેન્નઈને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે. ચેન્નઈ આ પહેલાં 2010, 2011, 2018 અને 2021માં ટાઈટલ જીત્યું હતું.

csk-1-hdnews

ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. સાંઈ સુદર્શને 96 અને રિદ્ધિમાન સાહાએ 54 રન બનાવ્યા હતા. બીજા દાવમાં વરસાદ શરૂ થયો. ચેન્નઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમે 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. મહત્વનું છે કે કે ફાઈનલ મેચમાં MS ધોની શૂન્ય રન પર આઉટ થયા હતા. અંબાતી રાયડુની આ છેલ્લી મેચ હતી. અંબાતી રાયડુએ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ મેચ અંતિમ બોલ સુધી રોમાંચક બની હતી.

આ પણ વાંચો: તે રાત્રે મહેન્દ્રસિંહ ધોની ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા, આ શું કહ્યુ હરભજસિંહે કેપ્ટન કુલ વિશે?

Back to top button