રાજ્યમા છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે છેલ્લા બે દિવસથી ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આજે પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ સવારથી ધૂળની ડમરીઓ સાથે ભારે ઝડપે પૂવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે વિધાનસભાના ગુંબજમાં પાછળના ભાગે આવેલું પતરું ઉડી ગયું હતું.
વિધાનસભાના ગુંબજનું પતરું ઉડ્યું
મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લામાં પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે. જેમની અસર વિધાનસભાને થઈ છે. જાણવા મળી રહ્યું છે કે ગાંધીનગરમાં વિધાનસભાના ગુંબજમાં પાછળના ભાગે આવેલું પતરું ઉડી ગયું હતું.જ્યારે વિધાનસભા કેમ્પસમાં આવેલા બગીચામાં વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યુ છે.
નવા સચિવાલય સંકુલમાં વૃક્ષ ધરાશાયી
ગાંધીનગરમાં ભારે પવનના કારણે વિધાનસભાના ગુંબજને અસર થઈ છે. વિધાનસભા ગુંબજનું પતરું ભારે પવનના કારણે ખુલી ગયું હતું.તેમજ પાછળના ભાગે પતરાનો એક બાજુનો ભાગ ખુલી ગયો છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈને કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.જ્યારે બીજી તરફ ભારે પવનના કારણે નવા સચિવાલયમાં બે વૃક્ષ ધરાશાયી થયા છે. વૃક્ષ ધરાશાયી થતાં તંત્ર દ્વારા ધરાશાયી વૃક્ષ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : ભાજપના સાંસદની કોમેટથી રાજકારણમાં ભડકો! કહ્યું- “પક્ષના સિનિયર નેતાએ મારા કરોડો રૂપિયા દબાવ્યા”