એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે થશે જાહેર; વોટ્સએપ દ્વારા પણ જાણી શકાશે પરીણામ

Text To Speech

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 31મે એટલે કે આવતીકાલે જાહેર કરવામાં આવશે. ગુજરાત બોર્ડ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર આ પરિણામ બુધવારે સવારે 8 વાગ્યે ગુજરાત બોર્ડની વેબસાઈટ www.gseb.orgની ઓફિશયલ વેબસાઈટ પર જાહેર કરાશે.


વોટ્સએપ પર પણ આ રીતે જોઇ શકશો પરિણામ

વોટ્સએપ પર પરિણામોનો પહેલો પ્રયોગ સફળ રહ્યો હતો જેથી આ પરિણામમાં પણ વોટ્સએપ પદ્ધતીનો ઉપયોગ કરાશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નં. 63573 00971 પર સીટ નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકશે.

4.8 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

આ માર્ચમાં સામાન્ય પ્રવાહના 4.8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. GSHSEBના રેકોર્ડ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ 12ની પરીક્ષા માટે નોંધાયેલા નિયમિત વિદ્યાર્થીઓની આ સૌથી વધુ સંખ્યા હતી.

આ પણ વાંચો :અમદાવાદ : S G હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે માતા અને પુત્રીને અડફેટે લેતા બંનેનું મોત

Back to top button