અમેરીકા પર નજર રાખવા ઉત્તર કોરિયા જૂનમાં પહેલો લશ્કરી જાસૂસી ઉપગ્રહ કરશે લોન્ચ
HD ન્યુઝ ડેસ્કઃ ઉત્તર કોરિયા જૂનમાં પોતાનો પહેલો મિલિટ્રી સ્પાય સેટેલાઇટ લોન્ચ કરવા માટે તૈયાર છે. યોનહાપ ન્યૂઝ એજન્સીએ ઉત્તર કોરિયાના સૈન્ય બાબતોના પ્રભારી એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહ્યું કે આયોજિત પ્રક્ષેપણનો ઉદ્દેશ્ય વાસ્તવિક સમયના ધોરણે યુએસ સૈન્ય કાર્યવાહી પર નજર રાખવાનો છે. એક દિવસ પહેલા જ ઉત્તર કોરિયાએ જાપાનને 31 મેથી 11 જૂન વચ્ચે સેટેલાઇટ લોન્ચ કરવાની તેની યોજના વિશે જાણકારી આપી હતી.
યુદ્ધની તૈયારીઓઃ ગવર્નિંગ વર્કર્સ પાર્ટી ઓફ કોરિયા (WPK) ના સેન્ટ્રલ મિલિટરી કમિશનના ઉપાધ્યક્ષ રી પ્યોંગ ચોલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાનું નિર્ધારિત સેટેલાઇટ પ્રક્ષેપણ યુદ્ધની તૈયારીઓને મજબૂત કરવા માટે “અનિવાર્ય” ક્રિયા છે. આ ટિપ્પણી ઉત્તરની સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી. રી પ્યોંગ ચોલના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાના જાસૂસી ઉપગ્રહનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ ઉપગ્રહ મુખ્યત્વે અમેરિકા અને દક્ષિણ કોરિયા પર નજર રાખશે.