ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

જાપાનના PM ફુમિયો કિશિદાએ તેમના પુત્ર પર કરી કાર્યવાહી!

Text To Speech

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાના પુત્રની પ્રાઈવેટ પાર્ટી બાદ ભારે હંગામો મચી ગયો છે. જાપાનના વડા પ્રધાને સોમવારે જણાવ્યું હતું કે તેમનો પુત્ર વડા પ્રધાનના નિવાસસ્થાનનો ખાનગી પાર્ટી માટે ઉપયોગ કરવાની જવાબદારી લીધા પછી તે કાર્યકારી નીતિ સચિવ તરીકે રાજીનામું આપી રહ્યો છે. પાર્ટીનું ફોટો મેગેઝિન પ્રકાશિત થયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ફુમિયો કિશિદાના મોટા પુત્રનું પદ છીનવાયુ!

સમાચાર એજન્સી એપી અનુસાર, જાપાનના પીએમ ફુમિયો કિશિદાના મોટા પુત્ર અને રાજકીય બાબતોના તેમના કાર્યકારી સચિવ શોટારો કિશિદાએ 30 ડિસેમ્બર, 2022ના રોજ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને પાર્ટી માટે સંબંધીઓ સહિત અન્ય લોકોને આમંત્રણ આપ્યું હતું. સાપ્તાહિક ‘શુકન બુંશુન’ મેગેઝિન દ્વારા આ ખાનગી પાર્ટીનો ફોટો પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ લોકોમાં આ બાબતે રોષ જોવા મળ્યો હતો.

કિશિદાએ સોમવારે રાત્રે પત્રકારોને જણાવ્યું હતું કે, “રાજકીય બાબતોના સચિવ તરીકે તેમનું(પુત્ર) કામ અયોગ્ય હતું અને તેથી મેં તેમના સ્થાને અન્ય વ્યક્તિની નિમણુંક કરવાનો નિર્ણય કર્યો છે.”

કિશિદાએ સ્વીકાર્યું કે….

તેમણે વધુમાં કહ્યું કે ગુરુવારે તેમના પુત્રની જગ્યાએ અન્ય સચિવ ‘તાકાયોશી યામામોટો’ની નિમણૂક કરવામાં આવશે. PM કિશિદાએ સ્વીકાર્યું કે તેમણે પણ થોડા સમય માટે મહેમાનોનું અભિવાદન કર્યું હતું પરંતુ કહ્યું કે તે ડિનર પાર્ટીમાં રોકાયા ન હતા. તેમણે કહ્યું કે તેમણે પાર્ટી માટે તેમના પુત્રને સખત ઠપકો આપ્યો હતો. મહત્વનું છે કે તેઓ આ બાબતે વિપક્ષી સાંસદો અને જનઆક્રોશની સતત ટીકાને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

PM કિશિદાના પુત્રોનો વિવાદ સાથે સંબંધ!
ભુતકાળમાં પણ કિશિદાના પુત્રો પોતાના પદનો દુરઉપયોગ કરવા બદલ વિવાદમાં આવ્યા હતા. બ્રિટન અને પેરિસમાં ખાનગી જોવાલાયક સ્થળોની મુલાકાત લેવા માટે દૂતાવાસની કારનો ઉપયોગ કરવા બદલ પણ જાપાનમાં વિવિદ ઊભો થયો હતો. આ ઉપરાંત પિતા કિશિદા સાથે લંડનમાં એક લક્ઝરી ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કેબિનેટ સભ્યો માટે સંભારણું ખરીદવા બદલ તેને ઠપકો આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધના કારણે લાખો લોકો થયા બેઘર, હજારો બાળકો થયા અનાથ

Back to top button