દિલ્હીઃ સાક્ષીની હત્યા કરનાર સનકી સાહિલ સકંજામાં, જાણો- હત્યાની આખી ઘટના
દેશની રાજધાની દિલ્હીમાં બનેલી એક ઘટનાએ દરેક વ્યક્તિને હચમચાવી દીધા છે. 16 વર્ષની સગીરાની હત્યા સરાજાહેર કરી દેવામાં આવી, હત્યાની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. 16 વર્ષીય સગીરાનું નામ સાક્ષી છે અને તેને બેરહેમીપૂર્વક મોતને ઘાટ ઉતારનાર આરોપીનું નામ સાહિલ છે. જેની પોલીસે ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાંથી ધરપકડ કરી છે. સાહિલ 20 વર્ષનો છે.
Sahil, accused of the 16-year-old girl murder case in Delhi has been arrested near Bulandshahr, Uttar Pradesh.
(Source: Police) pic.twitter.com/TtGnRAR37B
— ANI (@ANI) May 29, 2023
સાહિલને બહેનોએ આપી હતી આ સલાહ
હવે એ જાણીએ કે આ હત્યાની ઘટનાને અંજામ આપવાનો આરોપી સાહિલ કોણ છે. તે સાહિલ, જેની બહેનોએ થોડા મહિના અગાઉ તેને સલાહ આપી હતી કે, ” જેટલી જલ્દી બને તેટલી વહેલી તકે આ છોકરીને છોડી દે અને ઘર-પરિવાર માટે પણ એટલું જ સારુ રહેશે.
#WATCH | Uttar Pradesh: Sahil, accused of killing a 16-year-old minor girl in Delhi's Shahbad dairy, was brought to a local hospital in Pahasu, Bulandshahr. pic.twitter.com/bL1w4gewT7
— ANI (@ANI) May 29, 2023
બુલંદશહેરમાંથી આરોપીની ધરપકડ
શાહબાદ ડેરી વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે યુવતીના ઘરમાં અફરાતફરીનો માહોલ છે. આરોપી સાહિલના ઘરના દરેક લોકો આઘાતમાં છે. સાહિલના પરિવારમાં બધાને ખબર હતી કે સાહિલ અને સગીરા વચ્ચે અફેર ચાલી રહ્યું છે. કોઈને અંદાજ ન હતો કે એક દિવસ જ્યારે સંબંધ બગડશે ત્યારે એ હદે પહોંચી જશે કે સાહિલ પોતે જ સગીરાને મારી નાખશે. જોકે હત્યારો સાહિલ હવે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.
સાહિલ 2-3 વર્ષથી સગીરા સાથે લિવ-ઈનમાં હતો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બહેનોએ સલાહ આપ્યા પછી સાહિલ 2-3 વર્ષથી સગીરા સાથે લિવ-ઈનમાં રહેતો હતો. સાહિલે બંને બહેનોની વાત ન સાંભળી જેનું પરિણામ આજે સામે છે. ખરાબ સંબંધને કારણે સાહિલે તે સગીરાની હત્યા કરી તેના લોહીથી પોતાના હાથ રંગી લીધા છે,
સાહિલના પિતા વેલ્ડીંગની દુકાન ચલાવે છે
આ બાબતે હવે પરિવારજનો કંઈ કહેવા તૈયાર નથી. બીજી તરફ શાહબાદ ડેરી પોલીસના જણાવ્યા અનુસાર સાહિલ બે બહેન વચ્ચે એક માત્ર ભાઈ છે. સાહિલ વ્યવસાયે ફ્રિજ મિકેનિક છે, જ્યારે તેના પિતા સરફરાઝ વેલ્ડીંગનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવે છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાહિલ પર સાક્ષી પાછળ એટલી હદે પાગલ થઈ ગયો હતો કે તે પોતાના પરિવારથી દૂર રહેવા તૈયાર હતો.