ટ્રેન્ડિંગવર્લ્ડ

એમેઝોનના સ્થાપક ‘જેફ બેઝોસ’ અંતરિક્ષમાં કરશે લગ્ન! કેટલો થશે ખર્ચ?

Text To Speech

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અંતરિક્ષમાં લગ્ન કરવાવાળાઓમાં સૌથી પહેલા વ્યક્તિ હશે. તેમણે તાજેતરમાં જ એમી પુરસ્કાર વિજેતા પત્રકાર અને હેલિકોપ્ટર પાયલોટ લૉરેન સાંચેજ સાથે સગાઈ કરી છે. આ જાહેરાત ત્યારે થઈ જ્યારે બન્ને દરિયા કિનારે યાચ્ટ પર વીકએન્ડમાં એંજોય કરતા હતા ત્યારે કરી હતી. એક રિપોર્ટ પ્રમાણે જેફ બેઝોસની ઉંમર 59 વર્ષ છે જ્યારે સાંચેજની ઉંમર 53 વર્ષની છે. મહત્વનું છે કે જેફ બેઝોસના આ બીજા લગ્ન હશે. જેફ બેઝોસે પહેલી પત્ની મેકેંજી સ્કોટને ચાર વર્ષ પહેલા છુટાછેડા આપી દીધા હતા. જેફ બેઝોસ તેમના બીજા લગ્ન ધરતી પર નહી પરંતુ અંતરિક્ષમાં કરવા જઈ રહ્યા છે.

અંતરિક્ષમાં લગ્ન કરવાવાળું પહેલું કપલ બનશે

જેફ બેઝોસ અને સાંચેજની તસ્વીરો જ્યારે સામે આવી ત્યારે સાંચેજની આંગળીમાં ડાયમંડની વીંટી પહેરલી જોવા મળી હતી. આ ઉપરાંત તો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન કાન્સમાં દરિયા કિનારે બન્ને જણા વીકએન્ડ મનાવતા હતા. તે પછી તેમના લગ્ન બાબતે ચર્ચાઓએ જોર પકડ્યુ હતું. એક રિપોર્ટ પ્રમાણે એવુ માનવામાં આવી રહ્યું છે કે આ બન્ને અંતરિક્ષમાં લગ્ન કરવાવાળા પહેલા કપલ બની શકે છે.

જેફ બેઝોસ ભુતકાળમાં પણ અંતરિક્ષની સફર કરી ચુક્યા છે

જેફ બેઝોસની વાત કરવામાં આવે તો તેઓ આ પહેલા પણ અંતરિક્ષની સફર કરી ચુક્યા છે. તે વર્ષ 2021માં અમેરિકામાં પશ્ચિમી ટેક્સાસના રેગિસ્તાનના વિસ્તારમાં તેમની કંપની બ્લુ ઓરિજિનના નવા શેપાર્ડ રોકેટમા બેસીને તેમણે અંતરિક્ષમાં ઉડાન ભરી હતી. અને લગભગ 10 મિનિટ સુધી તેઓ સ્પેશમાં રહ્યા હતા. અને તેના પછી તેમની કેપ્સુલ ધરતી પર પરત ફર્યુ હતું. રિપોર્ટ પ્રમાણે આ સફરમાં 5.5 અરબ ડોલર એટલે કે લગભગ 40 હજાર કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો.

આ પણ વાંચો: શું બેલારુસના ડિક્ટેટર રાષ્ટ્રપતિને અપાયું ઝેર? પુતિનના મિત્ર લુકાશેન્કોની હાલત નાજુક

Back to top button