ગુજરાતમધ્ય ગુજરાત

ખેડા જિલ્લામાં આકાશી આફત વરસી! વીજળી પડવાથી 25 થી વધુ ઘેટાં-બકરાંના મોત

Text To Speech

ગઈ કાલે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવા, વૃક્ષ ધરાશાયા થવા તેમજ કેટલીક જગ્યાએ વીજળી પડવાથો મોતની ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે ખેડા જિલ્લામાં વીજળી પડતાં 35 થી વધુ ઘેટાં-બકરાંનાં મોત થયા હોવાનું સામે આવ્યુ છે.

ખેડામાં વરસાદ-humdekhengenews

25 થી વધુ ઘેટાં-બકરાંના મોત

મળતી માહિતી મુજબ ખેડાના માતરના બરોડા ગામમાં વીજળી પડતાં 35 થી વધુ ઘેટાં-બકરાંનાં મોત થયા છે. ગઈ કાલેખેડા જિલ્લાના માતર તાલુકાના અનેક ગામડાઓમાં પણ વાવાઝોડા સાથે વરસેલ વરસાદે તારાજી સર્જી છે. માતર તાલુકાના વરસાદને કારણે અનેક ગામડાઓમાં અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા છે. તો બીજી તરફ માતર તાલુકાના બરોડા ગામમાં વાવાઝોડા અને વીજળી પડવાથી 25 થી વધુ ઘેટાંના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જે લોકોના પશુઓનું વીજળી પડવાથી મોત થયું છે અને જે લોકોના ઘરોના પતરા ઉડી ગયા છે આ સાથે તેઓને ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. ત્યારે તેઓ વરસાદને કારણે તેમને થયેલા નુકસાનની સહાય આપવા પણ માંગ કરી રહ્યા છે.

ખેડામાં વરસાદ-humdekhengenews

ગામ લોકોએ કરી સહાયની માંગ

બરોડા ગામના પૂર્વ સરપંચ અજીતભાઈએ મીડિયાને જણાવ્યું હતુ કે ,” રાત્રી દરમિયાન જે વાવાઝોડું આવ્યું એમાં અમારા ગામમાં લગભગ ઘણા ઘરો ને જે ગરીબ માણસો છે એને નુકસાન થયું છે. જેમાં ખાસ કરીને પતરાવાળા ઘરના લોકોને વધુ નુકસાન થયું છે.રાત્રે વીજળી પડવાથી લગભગ 40 થી 50 જેટલા જનાવર મરી ગયા છે. વરસાદની સાથે પવનને કારણે ગરીબ લોકોના ઘરના પતરા ઉડીને ક્યાંના કયા જતા રહ્યા છે. તેમજ જાન માલ ને પણ ઘણું નુકસાન થયું છે ત્યારે સરકાર અમને સહાય કરે તેવી વિનંતી છે.

 આ પણ વાંચો : IPL 2023 : અમદાવાદ પોલીસની ખાસ પહેલ,  એડવાન્સ પાર્કિંગ બુકિંગ કરનારને લોકડાયરાના પાસ મળશે ફ્રી

Back to top button